વોશિંગ્ટન: અમેરિકી પ્રવાસ પર ગયેલા પીએમ મોદીએ રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે મુલાકાત  કરી અને તેમને ભારત આવવાનું આમંત્રણ આપ્યું. અમેરિકી ઉપ રાષ્ટ્રપતિ કમલા હેરિસ દ્વારા પાકિસ્તાનમાં આતંકી સમૂહોની હાજરીનો સ્વીકાર કર્યાના એક દિવસ બાદ ભારત અને અમેરિકાએ અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની ભૂમિકા પર ચિંતા વ્યક્ત કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ જો બાઈડેન વચ્ચે થયેલી દ્વિપક્ષીય બેઠક પર બોલતા વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ કહ્યું કે બંને પક્ષોએ અફઘાનિસ્તાનમાં આતંકવાદનો મુકાબલો કરવાના મહત્વને રેખાંકિત કર્યું છે. તેમણે કહ્યું કે પીએમ મોદી અને બાઈડેન વચ્ચે બેઠકમાં પાકિસ્તાનનું પણ નામ આવ્યું અને આતંકીઓને સંરક્ષણ આપવા પર નિશાન પણ સાધવામાં આવ્યું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન વચ્ચે દ્વિપક્ષીય શિખર બેઠક તથા હિન્દ પ્રશાંત ક્ષેત્રને લઈને સ્થાપિત કવાડની શિખર બેઠકમાં અફઘાનિસ્તાનની સ્થિતિ, કટ્ટરવાદ અને આતંકવાદ તથા પાકિસ્તાનની ભૂમિકાને લઈને ગંભીરતાથી વિચાર વિમર્શ કરવામાં આવ્યો. વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ વોશિંગ્ટનમાં પત્રકારોને જણાવ્યું કે અફઘાનિસ્તાનની સ્થિતિ પર ચર્ચા દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિએ પણ સ્વીકાર્યું કે અફઘાનિસ્તાનમાં વર્તમાન સરકાર સમાવેશી નથી. અલ્પસંખ્યકો અને મહિલાઓની ભાગીદારી પણ નથી. માનવાધિકારો સંલગ્ન મુદ્દા છે. આથી આ વાસ્તવમાં લોકતંત્ર માની શકાય નહીં.


UNSC માં ભારતની સ્થાયી સીટ હોવી જોઈએ-અમેરિકી રાષ્ટ્રપતિ
ક્વાડ બેઠક બાદ વિદેશ સચિવ હર્ષ શ્રૃંગલાએ મીડિયાને આપેલી વિસ્તૃત માહિતીમાં જણાવ્યું કે અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતની સ્થાયી સીટ હોવી જોઈએ. તેમણે કહ્યું કે UNSC માં ભારતની અધ્યક્ષતા ખાસ કરીને અફઘાનિસ્તાન મુદ્દે ભારતની કામગારીની પ્રશંસા કરી. બાઈડેને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ભારતની સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી સીટ હોવી જોઈએ. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube