નવી દિલ્હી: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ડેમોક્રેટિક પાર્ટીના જો બાઇડેન (Joe Biden)ને 'સ્લીપી જો  (Sleepy Joe) કહીને બોલાવે છે અને તેમણે એમ પણ કહ્યું હતું કે 77 વર્ષના વડીલના હાથમાં સત્તા સોંપવી અમેરિકા માટે ખતરનાક રહેશે. પરંતુ આજે અમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણી (US Presidential Election 2020)માં જો બાઇડેને તેમણે માત આપી છે. બાઇડેન, વ્હાઇટ હાઉસની રેસમાં હવે બસ થોડા ડગલાં દૂર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમેરિકાના રાષ્ટ્રપતિ કોણ બનશે તે હજુ સુધી નક્કી થઇ શક્યું નથી. પરંતુ રાષ્ટ્રપતિ બનવાનું જો બાઇડેન (Joe Biden)નું 50 વર્ષનું સપનું હતું.


20 નવેમ્બર 1942ના રોજ પેનસિલ્વેનિયાના સ્ક્રેટનમાં જન્મેલા જો બાઇડેને પોતાના સંસ્મરણ 'પ્રોમિસેઝ ટૂ કીપ'માં લખ્યું કે તેમણે રાજકારણનું શિક્ષણ પોતાના પાસેથી મેળવ્યું છે. 


29 વર્ષની ઉંમરમાં બાઇડેને યૂએસ સીનેટમાં પોતાનું સ્થાન બનાવ્યું
વર્ષ 1972માં 29 વર્ષની ઉંમરમાં જો બાઇડેને યૂએસ સીનેટમાં પોતાનું સ્થાન બનાવ્યું. તે સમયે તે પાંચમા સૌથી નાની ઉંમરના સાંસદ હતા. પરંતુ આ વર્ષ તેમના સાથે ભયાનક અકસ્માત પણ થયો. તેમની પત્ની નીલિયા અને નવજાત પુત્રી નાઓમીનું રોડ અકસ્માતમાં મોત નિપજ્યું. તેમના પુત્ર બ્યૂ અને હંટર પણ આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયા.  


આ તે સમય હતો જ્યારે બાઇડેન પોતાની બધી જ મહત્વાકાંક્ષા ગુમાવી ચૂક્યા હતા. તેમણે પણ કહ્યું હતું કે હું તે સમયે સમજી શકતો ન હતો કે કોઇ કેવી રીતે આત્મહત્યા કરવાનો નિર્ણય કરી શકે. પરંતુ બાઇડેન ફરીથી ઉભા થયા. દિવસમાં તે સીનેટર હતા અને રાત્રે પોતાના બાળકોનું ધ્યાન રાખનાર પિતા. 


બે વાર જીવલેણ દૌરો પડ્યો
જોકે ત્યારબાદ પણ મુશ્કેલીઓ ઓછી થઇ નહી. વર્ષ 1988માં તેમને બે વાર જીવલેણ દૌરો પડ્યો અને તેમના ચહેરાની માંસપેશીઓમાં લકવો લાગી ગયો. વર્ષ 2015 માં પુત્ર બ્યૂનું કેન્સરના લીધે મૃત્યું થયું. તો બીજી તરફ તેમના હંટર બાઇડેનએ ડ્રગ્સની આદતને છોડવા માટે લાંબો સંઘર્ષ કર્યો. હંટરને યૂએસ નેવીમાંથી કોકીનનો ઉપયોગ કરવાની નિકાળી દેવામાં આવ્યો હતો. 


તેમના મિત્ર ટેડ કોફમેનએ એકવાર કહ્યું હતું કે મારી નજરમાં બાઇડેન સૌથી બદકિસ્મત વ્યક્તિ પણ છે જેમણે હું ઓળખું છું અને સૌથી ખુશકિસ્મત પણ. 


જ્યારે તેમના પુત્રનું મોત થયું ત્યારે બાઇડેન અમેરિકી ઉપ રાષ્ટ્રપતિ તરીકે પોતાના બીજા કાર્યકાળમાં હતા. પરંતુ વર્ષ 2015માં તેમણે આગલા વર્ષે રાષ્ટ્રપતિની ચૂંટણીની રેસમાંથી તેમણે પોતાનું નામ પરત લઇ લીધું. તે પોતાના પુત્રના મોતથી દુખી હતા. પરંતુ રાષ્ટ્રપતિ બનવું બાઇડેનનું જીંદગી ભરનું સપનું હતું. 


ઓબામાના કાર્યકાળમાં જ્યારે તક મળી તો બધા આશ્વર્ય પામ્યા
તેમણે વર્ષ 1980માં પ્રયત્ન કર્યો કે પેપર સાઇન કર્યા પરંતુ 1984માં તેને સબમિટ ન કર્યા. પછી તેમણે 1988માં પણ પ્રયત્ન કર્યો પરંતુ પ્લેઝરિઝમને લઇને વિવાદોમાં ઘેરાઇ ગયા. પરંતુ વર્ષ 2008માં તેમણે ઓબામાના કાર્યકાળમાં જ્યારે તક મળી તો બધા આશ્વર્ય પામ્યા. વર્ષ 2015માં જ્યારે તે રાષ્ટ્રપતિ ચૂંટણીની રેસમાં બહાર થયા તો આશા ન હતી કે તે 4 વર્ષ પછી વાપસી કરશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube