દુનિયા આખાની નજર જેના પર છે એ અમેરિકાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું, જાણો અપડેટ
US Presidential Elections 2024: અમેરિકાનો સુપર બોસ કોણ? ટ્રમ્પને ફરી મતદારો આપશે તક? કમલા હેરિસને મળશે મહિલા હોવાનો ફાયદો? વ્હાઈટ હાઉસની રેસ કોણ જીતશે? હેરિસને તક કે ચાલશે ટ્રમ્પ કાર્ડ? USમાં કાંટે કી ટક્કર, કોનો લાગશે નંબર?
US Election 2024 : અમેરિકામાં વ્હાઈટ હાઉસની રેસ તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે... 5 નવેમ્બરે રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી માટે મતદાન શરૂ થશે... આ વખતે રાષ્ટ્રપતિની રેસમાં 78 વર્ષના ડોનાલ્ડ ટ્રમ્પની ટક્કર 60 વર્ષના કમલા હેરિસ સાથે છે... પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે શું ટ્રમ્પને અમેરિકાના લોકો ફરી એકવાર તક આપશે?... તે પછી કમલા હેરિસને જીતાડીને ઈતિહાસ રચી દેશે?...
- અમેરિકાનો સુપરબોસ કોણ બનશે?
- મતદારો ફરી 'ટ્રમ્પ' કાર્ડનો ઉપયોગ કરશે?
- ભારતની દીકરી ચૂંટણી જીતીને રચશે મોટો ઈતિહાસ?
એ એવા સવાલ છે જેનો જવાબ અમેરિકાના મતદારોના હાથમાં છે. અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી એટલે તે ચૂંટણી જેની અસર માત્ર અમેરિકા જ નહીં પરંતુ આખી દુનિયામાં પડશે. વ્હાઈટ હાઉસ કોનું રાજ હશે તે ટૂંક સમયમાં સામે આવી જશે.
આ ચૂંટણીમાં ડેમોક્રેટિક અને રિપબ્લિકન વચ્ચે કાંટે કી ટક્કર છે. કેમ કે મેદાનમાં એકબાજુ પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છે તો બીજીબાજુ હાલના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ છે. આ ચૂંટણી જીતવા માટે બંને ઉમેદવારોએ અંતિમ સમય સુધી જોરશોરથી પ્રચાર-પ્રસાર કરીને મતદારોને પોતાની ફેવરમાં લાવવાનો પ્રયાસ કર્યો.
નવેમ્બરમાં ત્રાટકશે વાવાઝોડું, અંબાલાલ પટેલે તારીખ સાથે કરી આગાહી, ગુજરાત પર ફરી આવશે આફત
અમેરિકાની ચૂંટણી કયા મહત્વના મુદ્દા પર લડાઈ રહી છે તેની વાત કરીએ તો, અર્થ વ્યવસ્થા, મોંઘવારી, ઈમિગ્રેશન, ગર્ભપાતનો અધિકાર, લોકતંત્રની સુરક્ષા, ડ્રગ કંટ્રોલ, ગન કલ્ચરનો સમાવેશ થાય છે.
ગન કલ્ચર એક એવો મુદ્દો છે જેના પર અમેરિકાના તમામ લોકોની નજર છે. એકબાજુ ડોનાલ્ડ ટ્રમ્પ આરોપ લગાવી રહ્યા છે કે કમલા હેરિસ તમારી બંદૂક છીનવવા માગે છે... પરંતુ તે ગન અંગેના નિયમો વધારે કડક બનાવવા માગે છે.
ડોનાલ્ડ ટ્રમ્પ ગન માલિકોના અધિકારોનું સમર્થન કરે છે. તો કમલા હેરિસ ગન અંગે કડક નિયમોનું સમર્થન કરે છે.
ટ્રમ્પ કોઈપણ પ્રકારના ગન પ્રતિબંધના વિરોધમાં છે. તો કમલા હેરિસ અસોલ્ટ વેપન્સ અને ઉચ્ચ ક્ષમતાવાળા મેગઝીન પર બેનનો પ્રસ્તાવ મૂકી ચૂક્યા છે.
બહેનપણી મરતાં જ એના પતિના પ્રેમમાં પડી ગઈ હતી હિરોઈન, અનેક અફેર છતાં હજુ કુવારી
ટ્રમ્પ બાઈડેન-હેરિસના ગન નિયંત્રણ કાયદાને સમાપ્ત કરવા માગે છે. તો કમલા હેરિસ ગન નિયંત્રણ કાયદાને વધારે કડક બનાવવા માગે છે.
આ મુદ્દાને લઈને એલન મસ્કે પણ કમલા હેરિસ પર નિશાન સાધ્યું હતું. અને કહ્યું હતું કે તે બંધારણના વિરોધમાં છે. અને તેની વચ્ચે અમેરિકામાં ડ્રગ્સ પણ મોટો મુદ્દો છે.
આ ચૂંટણીમાં મતદારોને આકર્ષિત કરવા માટે ડોનાલ્ડ ટ્રમ્પ કચરા પોલિટિક્સ કરતા જોવા મળ્યા. જ્યારે તે કચરાની ગાડી ચલાવતાં જોવા મળ્યા હતા..
તો આ તરફ કમલા હેરિસે અશ્વેત મતદારોને મળીને તેમને આકર્ષિત કરવાનો પ્રયાસ કર્યો. અમેરિકામાં રાષ્ટ્રપતિ કોઈપણ બને પરંતુ તેમાં ભારતીય-અમેરિકન મતદારોની ભૂમિકા મહત્વની બની રહેવાની છે તે નક્કી છે. હાલ તો બંને ઉમેદવારો દુનિયાના સૌથી શક્તિશાળી દેશમાં સૌથી મોટું પદ મેળવવા માટે પોતાની તમામ તાકાતનો ઉપયોગ કરી ચૂક્યા છે... હવે જનતાના ચુકાદા પર આખી દુનિયાની નજર છે.
વાવમાં કોણ છે આયાતી ઉમેદવાર! હર્ષ સંઘવીના એક નિવેદન પર ધડાધડ જવાબો આવ્યા