ભારતથી ચોરી થયેલી લાખો ડોલરની 2 પ્રાચીન મૂર્તિઓ અમેરિકાએ પરત કરી
બે અમેરિકી સંગ્રહાલયોમાં પ્રદર્શિત ભારતથી ચોરી થયેલી લાખો ડોલરની બે પ્રાચીન મૂર્તિને અમેરિકાએ ભારતને પરત કરી દીધી છે. પહેલી મૂર્તિ `લિંગોધભવમૂર્તિ` જે 12મી સદીની છે. ભગવાન શિવની ગ્રેનાઈટથી બનેલી આ મૂર્તિ એક ઐતિહાસિક મૂર્તિ છે અને ચોલ કાળની છે. હાલ તેની કિંમત 2,25,000 ડોલર આંકવામાં આવી છે. આ મૂર્તિને તામિલનાડુથી ચોરી કરવામાં આવી હતી અને અલબામાના બર્મિંઘમ સંગ્રહાલયમાં પ્રદર્શિત કરાઈ હતી.
ન્યૂયોર્ક: બે અમેરિકી સંગ્રહાલયોમાં પ્રદર્શિત ભારતથી ચોરી થયેલી લાખો ડોલરની બે પ્રાચીન મૂર્તિને અમેરિકાએ ભારતને પરત કરી દીધી છે. પહેલી મૂર્તિ 'લિંગોધભવમૂર્તિ' જે 12મી સદીની છે. ભગવાન શિવની ગ્રેનાઈટથી બનેલી આ મૂર્તિ એક ઐતિહાસિક મૂર્તિ છે અને ચોલ કાળની છે. હાલ તેની કિંમત 2,25,000 ડોલર આંકવામાં આવી છે. આ મૂર્તિને તામિલનાડુથી ચોરી કરવામાં આવી હતી અને અલબામાના બર્મિંઘમ સંગ્રહાલયમાં પ્રદર્શિત કરાઈ હતી.
બીજી મૂર્તિ બોધિસત્વ 'મંજૂશ્રી'ની મૂર્તિ છે. તેની સાથે તલવાર છે અને મૂર્તિ સોનાના રંગથી રંગાયેલી છે. 12મી સદીની આ ફિલાઈટ મૂર્તિ 1980ના દાયકામાં બિહારના બોધગયાની નજીકના એક મંદિરથી ચોરી થઈ હતી.
આ મૂર્તિની હાલની કિંમત લગભગ 2,27000 ડોલર આંકવામાં આવી છે. તેને ઉત્તરી કેરોલીના વિશ્વવિદ્યાલયના ઓકલેન્ડ આર્ટ સંગ્રહાલયથી મેળવવામાં આવી છે. આ મૂર્તિઓ મંગળવારે ન્યૂયોર્કમાં વાણિજ્ય દૂતાવાસના એક કાર્યક્રમમાં ભારતના મહાવાણિજ્ય દૂત સંદીપ ચક્રવર્તીને મેનહટ્ટન જિલ્લા આર્ટની સાઈરસ વેંસ જૂનિયરને સોંપવામાં આવી. ચક્રવર્તીએ આ પ્રયત્નને બિરદાવ્યો છે.