વોશિંગ્ટન: કોરોના વાયરસને લઈને આખી દુનિયામાં કોહરામ મચી ગયો છે. ત્યારે યુએસના રિસર્ચર્સે સોમવારે પહેલીવાર એક વ્યક્તિને કોરોના વાયરસની વેક્સીન આપી છે. આ વેક્સીન પ્રયોગાત્મક ધોરણે અપાઈ છે. અમેરિકામાં સોમવારે કોરોના વાયરસની મહામારીથી બચવા માટે વેક્સીનનું લોકો પર પરીક્ષણ શરૂ કરાયું છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે પણ તેની પ્રશંસા કરી છે અને કહ્યું કે આ દુનિયામાં સૌથી ઝડપથી વિક્સિત કરાયેલી રસી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે જણાવવાનું કે ચીનથી દુનિયાભરના 141 દેશોમાં ફેલાયેલા આ ઘાતક વાયરસની હજુ સુધી કોઈ  નિશ્ચિત દવા તૈયાર થઈ નથી. આવામાં જો અમેરિકા સફળ થશે તો મોટી વાત રહેશે. જો કે વિશેષજ્ઞોનું કહેવું  છે કે વેક્સીનના પરીક્ષણમાં અનેક મહિના લાગશે. મીડિયા રિપોર્ટ મુજબ 45 વોલેન્ટિયર્સ પર સિએટલના કેન્સર પરમેનન્ટ રિસર્ચ સુવિધામાં પરીક્ષણ કરાશે. વેક્સીનથી કોરોના વાઈરસનો ચેપ લાગવાનું જોખમ રહેતુ નથી. તેમાં વાઈરસથી કોપી કરાયેલા નુક્સાનરહિત જેનેટિક કોડ હોય છે. 


દુનિયાભરના વૈજ્ઞાનિકો ઝડપથી શોધકાર્યમાં લાગેલા છે. નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થે આ પ્રથમ માનવીય પરીક્ષણ માટે ધન આપ્યું છે. પરંતુ આ કાર્યમાં લાગેલી બાયોટેક્નોલોજી કંપની મોર્ડન થેરેપ્યુટિક્સનું કહેવું છે કે આ વેક્સીનનું પરીક્ષણ પ્રક્રિયા દ્વારા બનાવવામાં આવ્યું છે. 


બ્રિટનના ઈમ્પીરીયલ કોલેજ લંડનમાં ચેપી રોગોના વિશેષજ્ઞ જ્હોન ટ્રેગોનિંગે કહ્યું કે આ વેક્સીનમાં પહેલેથી હાજર ટેક્નોલોજીનો ઉપયોગ કરાયો છે. તેમણે કહ્યું કે આ એક ખુબ જ ઉચ્ચ માપદંડ હેઠળ બનાવવામાં આવેલ છે. જેને આપણે લોકો માટે સુરક્ષિત સમજીએ છીએ તે વસ્તુઓનો તેમાં ઉપયોગ કરાયો છે અને પરીક્ષણમાં ભાગ લઈ રહેલા લોકો પર ખુબ નજીકથી નજર રાખવામાં  આવશે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...