વોશિંગટન: જમ્મૂ કાશ્મીરના પુલવામા જિલ્લામાં સીઆરપીએફના કાફલા પર થયેલા હુમલાની નિંદા કરતા અમેરિકાએ પાકિસ્તાનને કહ્યું કે તેઓ તાત્કાલીક દરેક આતંકવાદી સમૂહોનું સમર્થન અને સુરક્ષિત આશ્રય આપવાનું બંધ કરી દે. પાકિસ્તાનથી ગતિવિધિઓ ચલાવનાર સમૂહ જેશ-એ-મોહમ્મદ (જેઇએમ)ના પુલવામામાં થયેલા આત્મઘાતી હુમલાની જવાબદારી લીધી છે. હુમલામાં સીઆરપીએફના ઓછામાં ઓછા 44 જવાનો શહીદ થયા છે અને અન્ય ઘણા જવાનો ગંભીર રૂપથી ઘાયલ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: આતંકવાદી સંગઠનોએ મોટી ભૂલ કરી છે, તેની કિંમત તેમણે ચુકવવી પડશે: PM મોદી


વ્હાઇટ હાઉસે શોક વ્યક્ત કર્યો
વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ સારા સેન્ડર્સે ગુરૂવારે મોડી રાત્રે જાહેર કરેલા એક નિવેદનમાં કહ્યું કે, ‘અમેરિકા પાકિસ્તાનથી અપીલ કરી છે કે તેઓ તેમની જમીન પર આતંકવાદી ગતિવિધિઓ ચલાવનાર દરેક આતંકવાદી સમૂહોનું સમર્થન અને સુરક્ષિત આશ્રય આપવાનું તાત્કાલીક બંધ કરે જેમનો એકમત્રા લક્ષ્ય ક્ષેત્રમાં અવ્યવસ્થા, હિંસા અને આતંકવાદ ફેલાવવાનું છે.’


વધુમાં વાંચો: પુલવામા હુમલો: શહીદોના પાર્થિવ દેહને લાવવામાં આવશે દિલ્હી, પીએમ મોદી આપશે શ્રદ્ધાંજલી


ભારત સાથે ઉભુ છે અમેરિકા
તેમણે કહ્યું કે, ‘આ હુમલા બાદ આતંકવાદની સામે લડાઇમાં અમેરિકા અને ભારતના સહયોગ અને ભાગીદારીને વધારવાના અમારા સંકલ્પને વધુ મજબૂત બનાવે છે.’ હુમલાની નિંદા કરતા અમેરિકાના વિદેશ મંત્રાલયે એક નિવેદન જાહેર કરી કહ્યું કે તેઓ કોઇપણ રીતમાં આતંકવાદનો મુકાબલો કરવા માટે ભરાત સરકારની સાથે કામ કરવા પ્રતિબદ્ધ છે. શહીદ જવાનોના પરિવારજનો પ્રતિ સંવેદના વ્યક્ત કરતા અમેરિકન વિદેશ મંત્રાલયના ઉપ પ્રવક્તા રોબર્ટ પેલાડિનોએ કહ્યું કે, ‘ભારતીય રાજ્ય જમ્મૂ કાશ્મીરમાં સીઆરપીએફના કાફલા પર થયેલા આતંકવાદી હુમલાની અમેરિકા નિંદા કરે છે.’
(ઇનપુટ ભાષા)


વર્લ્ડના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...