નવી દિલ્હી: પાકિસ્તાનને અમેરિકા તરફથી ઉપરા ઉપરી ફટકાર પડી રહી છે. અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તા રોબર્ટ પાલાડિનોએ પુલવામા આતંકી હુમલાના માસ્ટરમાઈન્ડ આતંકી મસૂદ અઝહરને આતંકી ગતિવિધિઓ માટે જવાબદાર ગણતા ક્ષેત્રીય સ્થિરતા માટે જોખમ ગણાવ્યો છે. અમેરિકાએ સ્પષ્ટપણે કહી દીધુ છે કે મસૂદ અઝહર આતંકી છે અને તેનુ સંગઠન જૈશ એ મોહમ્મદ અનેક આતંકી વારદાતોમાં સામેલ રહ્યો છે. અમેરિકાએ આ વાત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં આતંકી મસૂદ અઝહરને આતંકી જાહેર કરાવવા માટે રજુ કરાયેલા પ્રસ્તાવના સવાલના જવાબમાં કરી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમેરિકાના વિદેશ વિભાગના ઉપ પ્રવક્તા રોબર્ટ પાલાડિનોને એક પત્રકારે સવાલ પૂછ્યો કે સંયુક્ત રાષ્ટ્રથી એવા અહેવાલ આવી રહ્યાં છે કે અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં અઝહર મસૂદને આતંકવાદી જાહેર કરવા માટે નવો પ્રસ્તાવ રજુ કર્યો છે. અમેરિકા અને ફ્રાન્સ અગાઉ પણ આમ કરી ચૂક્યા છે પરંતુ ચીને હંમેશા એમ કહીને વીટો માર્યો કે અઝહર મસૂદ વિરુદ્ધ તમારી પાસે પૂરતા પુરાવા નથી. તો હવે શું બદલાઉ ગયું છે? શું તમારી પાસે કોઈ તાજા પુરાવા છે? શું તમે ચીન સાથે વાત કરી છે? તેઓ અત્યારે વિશ્વાસમાં છે?


આ સવાલનો જવાબ આપતા રોબર્ટ પાલાડિનોએ કહ્યું કે મસૂદ અઝહર અને જૈશ એ મોહમ્મદ પર અમારા વિચારો બધાને ખબર છે. જૈશ એ મોહમ્મદ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર આતંકી સમૂહ છે જે અનેક આતંકી હુમલાઓ માટે જવાબદાર રહ્યો છે અને ક્ષેત્રીય સ્થિતરતા માટે જોખમ છે. મસૂદ અઝહર જૈશ એ મોહમ્મદનો સંસ્થાપક છે.. જ્યાં સુધી સંયુક્ત રાષ્ટ્ર પ્રતિબંધ સમિતિના વિચાર વિમર્શ પર તમારો સવાલ છે તો આ એક ગોપનીય મામલો છે. તેના પર ટિપ્પણી કરવા માટે હું સક્ષમ નથી પરંતુ અમે એ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબંધ સમિતિ સાથે કામ કરવાનું ચાલુ રાખીસું કે સૂચિ અપડેટ થાય અને યોગ્ય હોય. 


આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના ચીફ મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરાવવા માટે ભારત, ચીન સહિત સુરક્ષા પરિષદના અન્ય 14 સભ્યો મળીને પોતાની વાત રજુ કરશે. અધિકૃત સૂત્રોએ આ જાણકારી આપી હતી. નોંધનીય છે કે પુલવામા આતંકી હુમલાની જવાબદારી લેનારા જૈશ એ મોહમ્મદના ચીફ મસૂદને બ્લેક લિસ્ટમાં નાખવા માટેનો એક પ્રસ્તાવ અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ સમક્ષ ગત સપ્તાહે રજુ કર્યો હતો. 


સૂત્રોએ જણાવ્યું કે પરિષદના સભ્યો આ પ્રસ્તાવ પર થોડું વધુ સ્પષ્ટીકરણ ઈચ્છે છે. અઝહર પર પ્રતિબંધ લગાવ્યા બાદ તેના વૈશ્વિક પ્રવાસો પર રોક લગાવવાની સાથે સાથે તેની સંપત્તિઓ અને પહેલેથી રાખેલા હથિયારો જપ્ત થઈ શકશે. ગત દસ વર્ષોમાં સંયુક્ત રાષ્ટ્રમાં અઝહરને આતંકી જાહેર કરાવવાનો આ ચોથો પ્રયત્ન હશે. 


વિદેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...