Russia-Ukraine War: `યુક્રેનમાં રશિયાની સ્થિતિ ખરાબ છે, અધિકારીઓ પુતિનને સાચું બતાવતા નથી`
રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 36 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયન સેના સતત યુક્રેનના અનેક શહેરો પર હુમલા કરી રહી છે. આ બધા વચ્ચે અમેરિકાએ એક ચોંકાવનારો દાવો કર્યો છે કે યુક્રેનમાં રશિયાની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનને યુક્રેનમાં થઈ રહેલા યુદ્ધની સાચી સ્થિતિની જાણકારી નથી કારણ કે તેમના અધિકારીઓ તેમને સાચી માહિતી આપતા ડરે છે. વ્હાઈટ હાઉસે ગુપ્તચર એજન્સીઓના હવાલે કહ્યું છે કે રશિયાના અધિકારીઓ પોતાના જ રાષ્ટ્રપતિથી સત્ય છૂપાવી રહ્યા છે.
મોસ્કો: રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 36 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયન સેના સતત યુક્રેનના અનેક શહેરો પર હુમલા કરી રહી છે. આ બધા વચ્ચે અમેરિકાએ એક ચોંકાવનારો દાવો કર્યો છે કે યુક્રેનમાં રશિયાની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનને યુક્રેનમાં થઈ રહેલા યુદ્ધની સાચી સ્થિતિની જાણકારી નથી કારણ કે તેમના અધિકારીઓ તેમને સાચી માહિતી આપતા ડરે છે. વ્હાઈટ હાઉસે ગુપ્તચર એજન્સીઓના હવાલે કહ્યું છે કે રશિયાના અધિકારીઓ પોતાના જ રાષ્ટ્રપતિથી સત્ય છૂપાવી રહ્યા છે.
પુતિન અને તેમના રક્ષા મંત્રાલય વચ્ચે તણાવ
એક વરિષ્ઠ અમેરિકી અધિકારીએ જણાવ્યું કે હાલ વ્લાદિમિર પુતિન અને તેમના રક્ષા મંત્રાલય વચ્ચે 'સતત તણાવ' ની સ્થિતિ બનેલી છે. મંત્રી સર્ગેઈ શોઈગુનું અચાનક ગાયબ થઈ જવું જણાવે છે કે તેઓ હવે પુતિનનો સાથ આપવા માટે તૈયાર નથી. આ બાજુ યુક્રેને દાવો કર્યો છે કે પુતિન સાથે ઉગ્ર બોલાચાલી બાદ રશિયાના રક્ષામંત્રીને હાર્ટ એટેક આવી ગયો હતો. જો કે ક્રેમલિને આ વાતનો ઈન્કાર કર્યો છે.
'પુતિનના અધિકારીઓ ડરે છે'
ન્યૂઝ એજન્સી એએફપીના જણાવ્યાં મુજબ 'વ્હાઈટ હાઉસના કમ્યુનિકેશન ડાયરેક્ટર કેટ બેડિંગફીલ્ડે જણાવ્યું કે અમે માનીએ છીએ કે (પુતિનને) તેમના સલાહકારો દ્વારા સતત ખોટી સૂચના અપાઈ રહી છે કે રશિયાની સેના કેટલું ખરાબ પ્રદર્શન કરી રહી છે અને રશિયાની અર્થવ્યવસ્થા પ્રતિબંધોથી કેવી પંગુ બની રહી છે. વરિષ્ઠ સલાહકારો તેમને સત્ય કહેતા ડરે છે.'
અમેરિકી વિદેશમંત્રી એન્ટની બ્લિંકને અમેરિકી ઈન્ટેલિજન્સ રિપોર્ટ અંગે વાત કરી છે અને કહ્યું છે કે પુતિનને ક્યારેય તેમના સલાહકારો તરફથી સાચી અને સંપૂર્ણ જાણકારી મળતી નથી. તેમણે વધુમાં કહ્યું કે પુતિને તાનાશાહ તરીકે શાસન કર્યું છે અને તેનું નુકસાન એ છે કે તેમની આજુબાજુ કોઈ પણ સાચુ બોલનાર નથી. બધા તેમને ખુશ કરવા માટે જૂઠનો સહારો લે છે.