ભારત સામે F-16નો ઉપયોગ કરી પાકિસ્તાન મુશ્કેલીમાં મૂકાયું, અમેરિકાએ આપ્યો `મોટો ઝટકો`
પાકિસ્તાન તરફથી બુધવારે ભારતની એર સ્પેસનો ભંગ કરી ભારતમાં ફાઈટર વિમાનો F-16 મોકલવા પર અમેરિકાએ પાકિસ્તાનને મોટો ફટકો માર્યો છે.
નવી દિલ્હી: પાકિસ્તાન તરફથી બુધવારે ભારતની એર સ્પેસનો ભંગ કરી ભારતમાં ફાઈટર વિમાનો F-16 મોકલવા પર અમેરિકાએ પાકિસ્તાનને મોટો ફટકો માર્યો છે. અમેરિકાએ પાકિસ્તાન દ્વારા એફ-16 વિમાનોને ભારતમાં મોકલવા બદલ જવાબ માટે તલબ કર્યુ છે. વાત જાણે એમ છે કે નિયમો મુજબ, પાકિસ્તાને એફ 16 વિમાનોનો દુરઉપયોગ કર્યો કર્યો છે. કારણ કે અમેરિકાએ પાકિસ્તાનને આ વિમાનો ફક્ત અને ફક્ત આતંકવાદના ખાત્મા માટે ઉપયોગમાં લેવા આપ્યા છે. કોઈ દેશ વિરુદ્ધ પાકિસ્તાન આ વિમાનોનો ઉપયોગ કરી શકે નહીં. આથી અમેરિકાએ ભારત સામે પાકિસ્તાને કરેલા ઉપયોગને પોતાની શરતોનો ભંગ ગણ્યો છે.
પુલવામાના આરોપી મસૂદને બચાવવા પાકિસ્તાનના ધમપછાડા, વિદેશ મંત્રીએ જાહેરમાં કહ્યું- 'જૈશ જવાબદાર નથી'
અત્રે જણાવવાનું કે પાકિસ્તાન એ વાત સ્વીકારતું જ નથી કે તેણે ભારતના સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવવા માટે પોતાના એફ 16 વિમાનોનો ઉપયોગ કર્યો છે. કારણ કે આ જે એફ 16 વિમાનો છે તે પાકિસ્તાનને અમેરિકા પાસેથી 1980ના દાયકામાં મળ્યા હતાં. અમેરિકાએ પોતાની ચોથી પેઢીના આ અત્યાધુનિક એફ 16 વિમાનો પાકિસ્તાનને આતંકવાદ વિરુદ્ધ લડાઈ લડવા માટે આપ્યા હતાં.
અમેરિકાની શરતો મુજબ પાકિસ્તાન આ ફાઈટર વિમાનોનો ઉપયોગ કોઈ પણ દેશ પર હુમલા માટે ઉપયોગમાં લઈ શકે નહીં. આ જ કારણે તે એ વાત કબુલ કરી રહ્યું નથી કે તેણે ભારતીય એર સ્પેસમાં એફ 16 વિમાનો મોકલ્યાં. કારણ કે જો તે સ્વીકારે તો તેના માટે મોટી મુશ્કેલી સર્જાઈ શકે તેમ છે. જો કે ભારતે સ્પષ્ટપણે કહ્યું છે કે પાકિસ્તાન તરફથી મોકલવામાં આવેલા વિમાનોમાંથી એક એફ 16 વિમાન તેણે તોડી પાડ્યું હતું.
OICની બેઠકમાં સુષમાએ પાકિસ્તાન પર સાધ્યું નિશાન, કહ્યું-'આતંકને શરણ આપવાનું બંધ કરો'
ઉલ્લેખનીય છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવમાં પાકિસ્તાનના વિમાનો ભારતની એર સ્પેસમાં ઘૂસી ગયા હતાં. જેના પર કાર્યવાહી કરતા ભારતીય વાયુસેનાએ એક પાકિસ્તાની ફાઈટર જેટને તોડી પાડ્યું હતું. અધિકારીઓએ કહ્યું હતું કે જમ્મુના રાજોરી સેક્ટરમાં ભારતીય હવાઈ સુરક્ષા દળોએ પાકિસ્તાની વાયુસેનાનું એફ 16 ફાઈટર જેટ તોડી પાડ્યું હતું. આ જ વિમાનનો પીછો કરતા કરતા વિંગ કમાન્ડર અભિનંદન પીઓકેમાં જતા રહ્યાં હતાં.