વોશિંગ્ટન: ઇરાન (Iran)ના જનરલ કમાન્ડર કાસિમ સુલેમાની (Qasem Soleimani)ની અમેરિકી એર સ્ટ્રાઇકમાં મોત બાદ અમેરિકા (US) અને ઇરાનના સંબંધ તણાવપૂર્ણ છે અને બંને દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ (Donald Trump) તરફથી ઇરાન સાથે યુદ્ધ કરવાની સંભાવના ખૂબ ઓછી છે. એવામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપને આ સંભાવિત કાર્યવાહીથી રોકવા માટે અમેરિકી સંસદે એક પ્રસ્તાવ પારિત કરી દીધો છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર અમેરિકી સંસદના નિચલા સદને ઇરાન વિરૂદ્ધ સૈન્ય કાર્યવાહે માટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપના અધિકાર સીમિત કરવાનું યુદ્ધ શક્તિ પ્રસ્તાવ મંજૂર કરી દીધો છે. ડેમોક્રેટિક પાર્ટી નીત અમેરિકીની પ્રતિનિધિસભામાં ગુરૂવારે વોટિંગ દરમિયાન મતદાન થયું. આ પ્રસ્તાવના પક્ષમાં 194 વોટ પડ્યા. 


આ પ્રસ્તાવનો હેતું છે કે હવે ડોનાલ્ડ ટ્રંપને ઇરાન વિરૂદ્ધ યુદ્ધની જાહેરાત કરતાં પહેલાં કોંગ્રેસની મંજૂરી લેવી પડશે. જોકે અત્યાર આ પ્રસ્તાવને ઉપરી સદનમાં પાસ થવાનો બાકી છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube