વોશિંગટન: અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોન બોલ્ટને ભારત સહિત દુનિયાના અન્ય દેશોને વેનેઝુએલા પાસેથી ક્રુડ ઓઇલ ખરીદવાને લઇને ધમકી આપી છે. તેમણે કહ્યું કે જે દેશ અને કંપનીઓ સમસ્યાઓમાં ઘેરાયેલા રાષ્ટ્રપતિ નિકોલસ માદૂરોની ‘ચોરી’ને સમર્થન કરશે, તેમને ભૂલી જવામાં આવશે નહીં. બોલ્ટને મંગળવારે ટ્વિટર પર આ વાતની ચેતવણી આપી હતી. તેમણે લાતિન અમેરિકા દેશની સરકારી કંપની પીડીવીએસએના અધ્યક્ષ મેનુએલ ક્યુવેદોના આપેલા નિવેદનના એક દિવસ પછી આ વાત કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્યુવેદોએ ગ્રેટર નોઇડામાં આયોજિત પેટ્રોટેક સંમેલન દરમિયાન પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે પ્રતિબંધોનો સામનો કરી રહેલો તેમનો દેશ મોટા પ્રમાણમાં ક્રુડ ઓઇલ ભારતને વેચવા માગે છે. અમેરિકાએ વેનેઝુએલાના ક્રુડ ઓઇલના નિકાસ પર અંકુશ લગાવવાના ઇરાદાથી પીડીવીએસએ પર પ્રતિંબધ લગાવ્યો છે અને સમાજવાદી રાષ્ટ્રપતિ માદૂરોને પદ પરથી હટવા માટે દબાણ કરી રહ્યાં છે.


ભારતના ક્રૂડ ઓઇલ પુરવઠાના મામલે વેનેઝૂએલા ત્રીજો સૌથી મોટો દેશ છે. ક્યૂવેદાની ભારત યાત્રા પર પ્રતિક્રિયા આપતા બોલ્ટને કહ્યું કે જે દેશ અને કંપનીઓ વેનેઝુએલાની સંપત્તિની ચોરી કરનાર માદૂરોને સમર્થન કરશે, તેમને ભૂલવામાં આવશે નહીં.


દેવામાં ગળાડૂબ પાકિસ્તાન, રોજ ચૂકવે છે 11,00,00,00,000 રૂપિયાથી પણ વધુ વ્યાજ 


ક્યૂવેદોનું મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઇલ વેચવાને લઇને ભારત યાત્રાના સામાચાર આવતા તેમણે ટ્વિટર પર લખ્યું હતું કે, વેનેઝુએલાના લોકોની સંપત્તિ સુરક્ષિત રાખવા માટે અમેરિકા તેમની તમામ શક્તિઓનો ઉપયોગ કરશે. અમે અન્ય દેશોને પણ આવું કરવા માટે પ્રોત્સાહિત કરીએ છે.


(ઇનપુટ ભાષા)