વોશિંગટનઃ કોરોના મહામારીની બીજી લહેરમાં વેક્સિન માટે જરૂરી કાચો માલ ઉપલબ્ધ કરાવવાનો ઇનકાર કર્યા બાદ અમેરિકા આખરે તૈયાર થઈ ગયું છે. અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને ભારતીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલ વચ્ચે થયેલી વાતચીતમાં અમેરિકાએ કોવિશીલ્ડ વેક્સિન માટે કાચો માલ આપવા માટે સહમતિ વ્યક્ત કરી છે. 


બન્ને દેશોના એનએસએ વચ્ચે ફોન પર થયેલી વાતચીત બાદ વાઇટ હાઉસે નિવેદન જારી કર્યુ છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકી એનએસએ જેક સુલિવને ભારતની સાથે એકતા જાહેર કરી છે. બન્ને દેસોની સાત દાયકાની સ્વાસ્થ્ય ભાગીદારી છે, જેમાં પોલિયો, એચઆઈવી, સ્મોલપોક્સ વિરુદ્ધ લડાઈ લડી. હવે બન્ને દેશો વૈશ્વિક મહામારી કોરોના વાયરસ વિરુદ્ધ પણ સાથે લડાઈ જારી રાખશે. મહામારીની શરૂઆતમાં જે રીતે ભારતે અમેરિકાની હોસ્પિટલો માટે મદદ મોકલી હતી, તે રીતે અમેરિકા પણ ભારતને મુશ્કેલ સમયમાં મદદ માટે દ્રઢતા દેખાડે છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube