લાસ વેગાસઃ લાસ વેગાસની એક છોકરીએ તેની માતાના પતિ એટલે કે પોતાના સાવકા પિતા સાથે લગ્ન કરીને સૌને ચોંકાવી દીધા છે. આ છોકરીએ ખુદ પોતાની કહાની સોશિયલ મીડિયા પર શેર કરી છે અને માતા સાથે કરેલા આ વિશ્વાસઘાતને સૌથી સારો નિર્ણય ગણાવ્યો છે. પોતાના સાવકા બાપને પતિ તરીકે મેળવીને આ છોકરી ખૂબ જ ખુશ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લાસ વેગાસની આ છોકરીનું નામ ક્રિસ્ટી છે અને તેણે પોતાની માતાના પૂર્વ પતિ સાથે લગ્ન કર્યા છે. એનાથી પણ નવાઈ વાત એ છે કે તેમના બે બાળકો પણ છે. ક્રિસ્ટી પોતાની માતાના પૂર્વ પતિને જોઈને જ તેના પ્રેમમાં પડી ગઈ હતી. બાદમાં બંનેએ લગ્ન કરી લીધા અને બાપ-દીકરીમાંથી પતિ-પત્ની બની ગયા. ક્રિસ્ટી આ વાત સોશિયલ મીડિયા પર શેર કરી અને તે ટ્રોલ થવા લાગી. ક્રિસ્ટીએ #MarryYourMomsEx નામથી આ વીડિયો શેર કર્યો છે. સાથે લગ્નની તસવીરો પણ મુકી.


આ પણ વાંચો- અહીં 10 છોકરાઓ સાથે સેક્સ કરવાની કિશોરીઓને છૂટ! રૂમની બહાર મદદ માટે બેસી રહે છે પિતા


ક્રિસ્ટીની આ કબૂલાત જોઈને લોકોને આશ્ચર્ય થયું કારણ કે તેણે પોતાના સાવકા પિતા સાથે લગ્ન કરી તેની માતાને દગો દીધો છે અને તે આ અજીબ સંબંધોને ખુલીને સ્વીકારી રહી છે. સોશિયલ મીડિયામાં જે તસવીરો શેર કરવામાં આવી છે તેમાં ક્રિસ્ટી પોતાના પતિને કિસ કરતી નજર આવે છે. ટ્રોલર્સે જ્યારે ક્રિસ્ટીને ખરીખોટી સંભળાવી તો ક્રિસ્ટીએ કહ્યું કે, તેની માતા આ સંબંધોથી ખુશ છે અને તેની કિસ કરતી તસવીર તેણે જ ખેંચી છે.


ક્રિસ્ટીએ આરોપીની સફાઈ આપતા ટ્રોલર્સને એવા પણ સવાલ કર્યા કે, શું તેણે મને જન્મ આપ્યો? નહીં. શું તેણે મને ઉછેરી? નહીં. શું હું નાદાન હતી જ્યાર તેને મળી? નહીં. શું મારી માતા અને હું હજી પણ વાત કરીએ છે? હા. ક્રિસ્ટીએ કહ્યું કે તેની માતા અને સાવકા પિતાના લગ્ન દરમિયાન કોઈ સંતાન નહોતું. એવામાં તેમનો સંબંધ અયોગ્ય નથી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube