સ્વિમિંગ પૂલમાં ડૂબી રહી હતી માતા, 10 વર્ષના પુત્રએ લગાવી છલાંગ અને બચાવ્યો જીવ, જુઓ Video
મહિલાના ઘરમાં લાગેલા એક સીસીટીવી કેમેરામાં આ ઘટના કેદ થઈ છે. વીડિયોમાં બાળક પૂલમાં કુદતો જોવા મળી રહ્યો છે. પૂલમાં સ્નાન કરી રહેલી મહિલાને અચાનક એપીલેપ્ટીક આંચકી આવે છે અને તે ડૂબવા લાગે છે.
નવી દિલ્હીઃ દસ વર્ષના એક બાળકનો વીડિયો ઈન્ટરનેટ પર લોકોનું દિલ જીતી રહ્યો છે. બાળકે પોતાના માતાનો જીવ બચાવવા માટે કંઈ વિચાર્યા વગર પૂલમાં છલાંગ લગાવી દીધી. હકીકતમાં એક મહિલા સ્વિમિંગ પૂલમાં સ્નાન કરી રહી હતી, ત્યારે તેને અચાનક એપીલેપ્ટીક આંચકી આવી ગઈ. આ દરમિયાન મહિલાના દસ વર્ષના પુત્રએ પૂલમાં કુદકો મારી તેનો જીવ બચાવ્યો હતો.
મહિલાના ઘરમાં લાગેલા એક સીસીટીવી કેમેરામાં આ ઘટના કેદ થઈ છે. વીડિયોમાં છોકરો પૂલમાં કુદતો જોવા મળી રહ્યો છે. પૂલમાં સ્નાન કરી રહેલી મહિલાને અચાનક એપીલેપ્ટીક આંચકી આવે છે, ત્યારે તેના પુત્રની નજર પડે છે. 10 વર્ષનો પુત્ર પૂલમાં છલાંગ લગાવી પોતાની માતાને નિનારા પર લાવે છે. એક કુતરો પણ સીડી પર રાહ જોતો જોવા મળી રહ્યો છે. વીડિયો પૂરો થવા સુધી જોઈ શકાય છે કે એક વ્યક્તિ પણ ભાગીને ત્યાં પહોંચે છે.
લોરી કીની નામની મહિલા દ્વારા ફેસબુક પર શેર કરવામાં આવેલી પોસ્ટ પ્રમાણે તેના પુત્રનું નામ ગેવિન છે અને તે પોતાનો જીવ બચાવવા માટે પુત્રની આભારી છે. કીનીએ પોસ્ટની સાથે ઘટનાનો રેકોર્ડેડ વીડિયો પણ શેર કર્યો છે. શેર વીડિયોને અત્યાર સુધી હજારો વ્યૂ અને લાઇક્સ મળી ચુકી છે. પોસ્ટના કોમેન્ટ સેક્શનમાં એક યૂઝરે લખ્યું- તમારો પુત્ર દેવદૂત છે. શું કમાલનો યુવક છે. તે એક સાચો હીરો છે. એક અન્યએ કહ્યું- ગોડ બ્લેસ યૂ ગેવિન. તું મમીનો દૂત છે.
આ પણ વાંચોઃ ચીનમાં હાહાકાર, સૌથી મોટા બેન્કિંગ કૌભાંડનો ખુલાસો, 234ની ધરપકડ
એબીસી ન્યૂઝ પ્રમાણે આ ઘટના અમેરિકાના ઓક્લાહોમાં થઈ. કીનીએ એબીસીને જણાવ્યું કે માતા અને પુત્રની જોડી સ્વિમિંગ કરી રહી હતી. તેણે કહ્યું- ગેવિન થોડા સમય માટે પૂલની બહાર નિકળી ગયો અને મને એટેક આવી ગયો. પરંતુ મારા પુત્રએ મને બચાવી લીધી. એબીસી ન્યૂઝ પ્રમાણે, પૂલના કિનારે ઉભેલા ગેવિને જોરથી અવાજ સાંભળ્યો અને પોતાના માતાને ડૂબતા જોયા. આ પહેલા તેના દાદા કંઈ કરે તે પહેલા ગેવિન પૂલમાં કુદી ગયો. તે પોતાના માતાને સીઢી પર લઈ આવ્યો અને એક મિનિટથી વધુ તેનું માથુ પાણીથી ઉપર રાખ્યું. ગેવિને કહ્યુ- હું થોડો ડરી ગયો હતો. 10 વર્ષના બાળકને તેની બહાદુરી માટે કિંગસ્ટન પોલીસ વિભાગ તરફથી એક પુરસ્કાર મળ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube