US allows Ukraine to Use Long-Range Missiles: અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને યુક્રેનને રશિયા પર હુમલો કરવા માટે લાંબા અંતરની અમેરિકન મિસાઈલોના ઉપયોગને મંજૂરી આપી દીધી છે. અમેરિકી મીડિયાએ દાવો કર્યો છે કે ઉત્તર કોરિયા તરફથી યુદ્ધમાં રશિયાની મદદ માટે હજારો સૈનિકોની તૈનાતીના જવાબમાં અમેરિકાએ આ નિર્ણય લીધો છે. સાઉથ કોરિયા અને અમેરિકા બંને એ વાતનો દાવો કરી ર હ્યા છે કે રશિયાના પશ્ચિમી સરહદી કુર્સ્ક વિસ્તારમાં તૈનાત ઉત્તર કોરિયાના સૈનિકોએ યુક્રેની સેના વિરુદ્ધ લડાઈ શરૂ કરી દીધી છે. હવે અમેરિકાનો આ નિર્ણય યુક્રેન માટે મોટી મદદ સાબિત થઈ શકે છે. પરંતુ તેના પર રશિયા કેવી પ્રતિક્રિયા આપશે તે મોટો સવાલ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વર્લ્ડ વોર 3 નજીક?
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર જેલેન્સ્કી લાંબા સમયથી એ માંગણી કરી રહ્યા હતા કે રશિયાના અંદરના લક્ષ્યોને ભેદવા માટે કીવને આર્મી ટેક્નિકલ મિસાઈલ સિસ્ટમ (ATACMS) નો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવે. ATACMS 300 કિમી (186 માઈલ) સુધી જઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ અનેક એક્સપર્ટ્સ માને છે કે અમેરિકાનો આ નિર્ણય યુક્રેન માટે મોટી મદદ સાબિત થઈ શકશે. કારણ કે રશિયાની સેનાઓ સતત પ્રભુત્વ મેળવી રહી છે. લાંબા અંતરની અમેરિકન મિસાઈલોના ઉપયોગથી યુક્રેનને ફાયદો થઈ શકે છે અને યુદ્ધ વિરામ સમજૂતિમાં તે વધુ સારી સ્થિતિમાં રહી શકે છે.


જો કે આ જ એક સંભાવના નથી. અમેરિકાના નિર્ણય પર રશિયા કેવી પ્રતિક્રિયા આપશે તે પણ મોટો સવાલ છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને પહેલા પણ પશ્ચિમી દેશોના આ પ્રકારના પગલાં વિરુદ્ધ ચેતવણી આપી ચૂક્યા છે. સૈન્ય રીતે ખુબ જ શક્તિશાળી રશિયા આ નિર્ણય બાદ વધુ આકરું વલણ અપનાવી શકે છે. ત્યારબાદ એવો સવાલ ઉઠવા લાગ્યો છે કે શું દુનિયા વર્લ્ડ વોર 3ની ડેલીએ ઊભી છે?


વ્હાઈટ હાઉસ છોડતા પહેલા મોટો નિર્ણય
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને આ નિર્ણય એવા સમયે લીધો છે કે જ્યારે જાન્યુઆરી 2025માં તેઓ વ્હાઈટ હાઉસ છોડવાના છે. ત્યારબાદ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિનો પદભાર ગ્રહણ ક રશે. પરંતુ સવાલ એ છે કે પદ સંભાળ્યા બાદ ટ્રમ્પ આ નિર્ણયને ચાલુ રાખશે કે નહીં તે સ્પષ્ટ નથી. 


ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા-યુક્રેન યુદ્ધમાં અમેરિકા દ્વારા ભારે મદદને વખોડી ચૂક્યા છે અને તેમણે જલદી યુદ્ધ ખતમ કરવાનો વાયદો પણ કર્યો છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને અગાઉ પણ પશ્ચિમી દેશોને આ પ્રકારના પગલા લેવા વિરુદ્ધ ચેતવણી આપતા કહ્યું હતું કે તે યુક્રેન યુદ્ધમાં નાટો ગઠબંધનની 'પ્રત્યક્ષ ભાગીદારી'નું પ્રતિનિધિત્વ કરશે.