નવી દિલ્લીઃ ચીનના વુહાનથી વાયરસના સ્વરૂપે દુનિયાભરમાં કહેર મચાવનાર કોરોના હજુ પણ ગયો નથી. બે વર્ષથી વધારે સમય સુધી ભારત સહિત દુનિયાભરના દેશોને બાનમાં લેનારા આ વિનાશક વાયરસે લાખો લોકોનો ભોગ લીધો. જોકે, હજુ પણ પુરી રીતે આ વાયરસથી અસર ઓછી થઈ નથી. હાલ ભારતમાં ભલે જનજીવન ઠાળે પડ્યું હોય પણ અમેરિકાથી આવેલાં એક સમાચારે ફરી લોકોની ચિંતા વધારી દીધી છે.  અમેરિકામાં હાલ કોરોના વાયરસનું ટેસ્ટિંગ શરૂ થઈ ગયું છે. અમેરિકામાં આવતા જતા તમામ યાત્રીઓનું એરપોર્ટ પર સ્ક્રિનિંગ અને ટેસ્ટિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. એટલું જ નહીં યાત્રી પોતે પણ સ્વેચ્છાએ સામે ચાલીને પોતાનો ટેસ્ટ કરાવી રહ્યાં છે. આ સ્થિતિમાં ભારતની ચિંતામાં વધારે થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કારણકે, અમેરિકામાં કોરોનાના ત્રણ નવા વેરિયન્ટ્સ સામે આવ્યાંની વાત વહેતી થઈ છે. અમેરિકામાં કોરોનાને કારણે સૌથી વધુ મોત થયા છે. એના જ કારણે હાલ અહીં સૌથી વધારે સતર્કતા રાખવામાં આવી રહી છે. 4 નવેમ્બરના રોજ અમેરિકામાં કોવિડના 49 હજાર 323 નવા કેસ સામે આવ્યા છે. સાપ્તાહિક સરેરાશ 40,857 કેસ છે. અમેરિકામાં 10 લાખ 7 હજાર લોકોનું કોવિડથી મોત થયું છે. જે દુનિયાભરમાં સૌથી વધુ છે.


હાલ ભલે વિશ્વભરમાં કોરોના મહામારી ખતમ થઇ ચૂકી છે. સંક્રમણનો દર ઘટ્યો છે પરંતુ અમેરિકામાં કોરોનાના નવા વેરિયન્ટ્સને લઇને સતત રિસર્ચ થઇ રહ્યું છે. વિજ્ઞાનીઓના મતે સર્વેલન્સથી કોરોનાનો વધુ સારી રીતે સામનો કરી શકાય છે. તેના માટે સ્પ્રેડ પોઇન્ટ્સ એટલે કે ઇન્ટરનેશનલ એરપોર્ટ્સ પર વિદેશોથી આવતા યાત્રીઓનો કોવિડ ટેસ્ટ થઇ રહ્યો છે.


 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube