વોશિંગટન: અમેરિકાની (America) રાજધાની વોશિંગટનમાં (washington) સુરક્ષાને ધ્યાનમાં રાખી સંસદ વિસ્તારને પોલીસે સાવચેતીના ભાગ રૂપે બંધ કરવામાં આવ્યો છે. અમેરિકન સુરક્ષા નિષ્ણાતોને ડર છે કે અગાઉની જેમ ફરી હિંસા ફેલાય નહીં. ખરેખર, બે પોલીસ અધિકારીઓને અહીં એક અનિયંત્રિત વાહન દ્વારા ટક્કર મારવામાં આવી હતી. જેના પછી કેપિટલ હિલ બંધ (Capitol Hill closed) કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બે પોલીસકર્મી થયા ઘાયલ
પોલીસે જણાવ્યું કે, એક કારે યુએસ કેપિટલમાં બે પોલીસ અધિકારીઓને ઇજાગ્રસ્ત કર્યા અને તે ગાડી ચાલક ગાડી સાથે ફરાર થઈ ગયો હતો. જો કે, પોલીસે શંકાસ્પદ શખ્સને કસ્ટડીમાં લઈ લીધો છે.


આ પણ વાંચો:- દેશના PM કરતા હજારો ગણી કમાણી કરે છે આ મહિલા, સેલેરી જાણી રહી જશો દંગ


ફાયરિંગના સમાચાર ખોટા
શરુઆતમાં સમાચાર મળ્યા હતા કે, વોશિંગટનમાં કેપિટલ બિલ્ડિંગની આસપાસના વિસ્તારમાં ફાયરિંગનો અવાજ સંભળાઈ રહ્યો છે. ત્યારબાદ સમગ્ર વિસ્તારમાં લોકડાઉન લગાવવામાં આવ્યું હતું. કેપિટલ પોલીસે જણાવ્યું કે, બાહ્ય સુરક્ષાને ધ્યાનમાં રાખી કેપિટલ હિલમાં લોકડાઉન જાહેર કરાયું અને તમામ કર્મચારીઓને કહેવામાં આવ્યું છે કે, જો તેઓ વિસ્તારથી દૂર છે તો કેપિટલ બિલ્ડિંગમાં જવાનો પ્રયત્ન ના કરે અને જે લોક અંદર છે તેઓ ત્યાં જ રહે.


આ પણ વાંચો:- પૂર્વ તાઇવાનમાં ભયાનક ટ્રેન અકસ્માત, 41 લોકોનાં મોત; ડઝનબંધ મુસાફરો ઘાયલ


જાન્યુઆરીમાં થઈ હતી હિંસા
જાન્યુઆરીમાં હિંસાને કારણે કેપિટલ હિલ્સમાં ઘણા લોકો માર્યા ગયા હતા, અને બદમાશોએ કેપિટલ હિલ પર હુમલો કર્યો હતો અને તેને બંધક બનાવ્યો હતો. આ કેસમાં તત્કાલીન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર હિંસા ભડકાવવાનો આરોપ મૂકાયો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube