Raid at Trump House: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેમના ફ્લોરિડા સ્થિત માર એ લાગો આવાસ પર એફબીઆઈએ રેડ પાડી છે અને તેને સીઝ કરી દીધુ છે. એવું કહેવાય છે કે એફબીઆઈની આ રેડ ટ્રમ્પના અધિકૃત દસ્તાવેજોની શોધમાં પડી છે. જે ટ્રમ્પના વ્હાઈટ હાઈસ છોડ્યા બાદ ફ્લોરિડા લાવવામાં આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટ્રમ્પે એક નિવેદન બહાર પાડીને કહ્યું કે તેમના ફ્લોરિડા સ્થિત ખુબસુરત પામ બીચ ઘર માર એ લોગો પર એફબીઆઈએ રેડ પાડી છે, તેને અધિકારીઓ દ્વારા સીઝ કરી દેવાયું છે  અને કબજામાં લેવાયું છે. કહેવાય છે કે જ્યારે રેડ પડી ત્યારે ટ્રમ્પ ફ્લોરિડામાં હાજર નહતા. ટ્રમ્પે કહ્યું કે આ આપણા દેશ માટે કાળો સમય છે. અમેરિકાના રાષ્ટ્રપતિ સાથે આવું પહેલા ક્યારેય થયું નથી. તપાસ એજન્સીઓની સાથે સહયોગ છતાં આ પ્રકારે રેડ પાડવામાં આવી. જે ન્યાય તંત્રનો હથિયાર તરીકે ખોટો ઉપયોગ કરવા જેવું છે. તે કટ્ટર લેફ્ટ ડેમોક્રેટ્સનો હુમલો છે જે નથી ઈચ્છતા કે હું 2024માં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મેદાનમાં ઉતરું. 


અમેરિકી મીડિયા મુજબ આ સર્ચ સોમવારે સવારે શરૂ થઈ. અધિકારી ટ્રમ્પની ઓફિસ અને પર્સનલ ક્વાર્ટર પર ફોકસ કરી સર્ચ કરી રહ્યા છે. આ મામલે જસ્ટિસ ડિપાર્ટમેન્ટ અને વ્હાઈટ હાઉસે હજુ નિવેદન બહાર પાડ્યું નથી. જસ્ટિસ ડિપાર્ટમેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ બે કેસમાં તપાસ કરી રહ્યું છે. પહેલો કેસ 2020નો રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામને ઉલટવાના પ્રયાસ મામલે અને બીજો કેસ દસ્તાવેજોને સંભાળવા મામલે. એપ્રેલ મેમાં પણ આ મામલે તપાસ એજન્સીએ ફ્લોરિડામાં ટ્રમ્પના નીકટના માણસોની પૂછપરછ કરી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube