અમેરિકા: મહાભિયોગ ટ્રાયલમાં રાષ્ટ્રપતિ ટ્રંપને રાહત, તમામ આરોપીઓને મળી ક્લીન ચિટ
અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ (Donald Trump)ની ખુરશી માંડ-માંડ બચી ગઇ છે. અમેરિકી સીનેટમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ વિરૂદ્ધ ચલાવવામાં આવેલા મહાભિયોગ 52-48ના અંતરથી પડી ગઇ. ટ્રંપ પર સત્તાનો દુરઉપયોગ અને સંસદની કાર્યવાહી બાધિત કરવાના આરોપ હતા.
વોશિંગટન: અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ (Donald Trump)ની ખુરશી માંડ-માંડ બચી ગઇ છે. અમેરિકી સીનેટમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ વિરૂદ્ધ ચલાવવામાં આવેલા મહાભિયોગ 52-48ના અંતરથી પડી ગઇ. ટ્રંપ પર સત્તાનો દુરઉપયોગ અને સંસદની કાર્યવાહી બાધિત કરવાના આરોપ હતા. ટ્રંપ બંને આરોપોમાં માંડ માંડ બચ્યા. સત્તાનો દુરઉપયોગ કરવાના મામલે ટ્રંપ 52-48ના અંતરથી છુટકારો થયો તો બીજી તરફ અમેરિકી કોંગ્રેસ એટલે કે સંસદના કામમાં વિઘ્ન પહોંચાડવામાં ટ્રંપ 53-47ના અંતરથી બરી કરવામાં આવ્યા.
સીનેટર્સ અમેરિકાના ચીફ જસ્ટિસ જોન રોબર્ટ્સની અધ્યક્ષતામાં સીનેટના ફ્લોર પર એક-એક કરીને મતદાન કર્યું. તમને જણાવી દઇએ કે અમેરિકી સંસદમાં સત્તાધારી રિપબ્લિકન પાર્ટીની પાસે જ્યાં સીનેટમાં 53 સીટ છે, તો બીજી તરફ ડેમોક્રેટ્સની પાસે 47 સીટ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube