અમેરિકાના યુવા રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર રામાસ્વામી `એલોન મસ્ક`થી પ્રભાવિત થયા, કહ્યું- હું મારા સલાહકાર બનવવા ઈચ્છીશ
અમેરિકાના રાષ્ટ્રપતિ પદના સૌથી યુવા ઉમેદવાર વિવેક રામાસ્વામી એક્સના માલિક ઈલોન મસ્કથી પ્રભાવિત થયા છે. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં જો તે જીતે છે તો એલોન મસ્કને પોતાના સલાહકાર બનાવવા ઈચ્છશે.
વોશિંગટનઃ અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં રિપબ્લિકન પાર્ટીના સૌથી યુવા રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર વિવેક રામાસ્વામીએ એલોન મસ્કને લઈને નિવેદન જાહેર કર્યું છે. તેમણે કહ્યું કે જો તેઓ રાષ્ટ્રપતિની ચૂંટણી 2024માં રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાય છે તો તેઓ ટ્વિટરના માલિક ઈલોન મસ્કને તેમના સલાહકાર બનાવવા ઈચ્છશે. ન્યૂઝ એજન્સીએ અમેરિકન મીડિયા રિપોર્ટ્સને ટાંકીને આ જાણકારી આપી છે. મીડિયા રિપોર્ટ્સને પ્રમાણે કહેવામાં આવ્યું હતું કે રૂઢિચુસ્ત ઉદ્યોગસાહસિકે આયોવાના એક ટાઉન હોલમાં આ નિવેદન આપ્યું હતું.
એલન મસ્કને સલાહકાર રાખવા ઈચ્છે છે વિવેક રામાસ્વામી
જાણકારી પ્રમાણે ટાઉન હોલમાં તેમણે કહ્યું કે તે પોતાના પ્રશાસનમાં માર્ગદર્શન કરનાર નવા વિચારોવાળા લોકોને લાવશે. તેમાં સ્પેસએક્સ, ટેસ્લા અને એક્સના માલિક એલોન મસ્ક પણ સામેલ છે. રામાસ્વામીએ કહ્યુ કેહાલમાં મને એલન મસ્કને સારી રીતે જાણવાની તક મળી. મને આશા છે કે તે મારા માટે એક સારા સલાહકાર હશે કારણ કે તેમણે ટ્વિટરના 75 ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા હતા. તેમણે કહ્યું- તે તેવી રીતે સરકાર ચલાવવા ઈચ્છશે જેમ એલોન મસ્ક કંપની ચલાવે છે.
એલોન મસ્કે કરી રામાસ્વામીની પ્રશંસા
એક વિદેશી ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં રામાસ્વામીએ ગયા અઠવાડિયે કહ્યું હતું કે એલોન મસ્કે ટ્વિટર સાથે જે કર્યું તે તેનું સારું ઉદાહરણ છે કે હું મારા વહીવટ સાથે શું કરવા માંગુ છું. અહેવાલો અનુસાર, એલોન મસ્કએ અગાઉ કહ્યું હતું કે તેઓ રામાસ્વામીને ખૂબ જ 'આશાજનક ઉમેદવાર' માને છે. નોંધપાત્ર રીતે, ટ્વિટરની ખરીદી સાથે, એલોન મસ્કે કંપનીમાંથી 75 ટકા લોકોને છૂટા કરી દીધા હતા. ટ્વિટર હવે X તરીકે ઓળખાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube