Lift Accident: ચોંકાવનારો કિસ્સો, મહિલા 3 દિવસ સુધી લીફ્ટમાં ફસાયેલી રહી, આખરે આવ્યો દર્દનાક અંજામ
Woman Dies In Elevator: અત્યંત ચોંકાવનારા આ કિસ્સામાં મહિલા ત્રણ દિવસ સુધી લિફ્ટમાં ફસાયેલી રહી અને મદદ માટે સતત ગુહાર લગાવતી રહી પરંતુ તેનો અવાજ કોઈએ સાંભળ્યો નહીં અને આખરે મોતને ભેટી.
ઉઝ્બેકિસ્તાનની રાજધાની તાશંકદમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં એક મહિલાએ ત્રણ દિવસ સુધી લિફ્ટમાં ફસાયેલી રહ્યા બાદ આખરે દમ તોડ્યો. 32 વર્ષની મહિલા ત્રણ દિવસ સુધી લિફ્ટની અંદર મદદ માટે બૂમો પાડતી રહી પરંતુ કોઈ બચાવવા માટે આવ્યું નહીં. લિફ્ટની અંદર જ તે મહિલાનું મોત થઈ ગયું.
ધ મિરરના રિપોર્ટ મુજબ મૃતક મહિલાની ઓળખ ઓલ્ગા લિયોન્ટીવા તરીકે થઈ છે. લિયોન્ટીવા 9 માળની ઈમારતના ટોપ ફ્લોર પર ફસાયેલી હતી. જ્યાં તેને કોઈ પણ પ્રકારની મદદ મળી શકી નહીં. રિપોર્ટ મુજબ વીજળી ગયા બાદ કોઈ કારણસર લિફ્ટ 9માં માળે જામ થઈ ગઈ હતી. આ દરમિયાન લિયોન્ટીવા લિફ્ટમાં એકલી હતી.
ડિલિવરીનું કામ કરતી હતી મહિલા
રિપોર્ટ મુજબ ત્રણ બાળકોની માતા 32 વર્ષની ઓલ્ગા લિયોન્ટીવા ડિલિવરી ડ્રાઈવરનું કામ કરતી હતી. દરરોજની જેમ ઘટનાવાળા દિવસે પણ તે કામ પર ગઈ હતી. પરંતુ મોડી રાત સુધી જ્યારે પાછી ન ફરી તો તેના પરિજનોએ 24 જુલાઈના રોજ પોલીસમાં તેના ગુમ થવા અંગે ફરિયાદ નોંધાવી. ત્યારબાદ ગૂમ થયેલી મહિલાની શોધખોળ શરૂ થઈ. પોલીસ તપાસમાં મહિલાનો મૃતદેહ લિફ્ટમાંથી મળી આવ્યો. જ્યાં તે ડિલિવરી માટે ગઈ હતી.
દીકરીના રડી રહીને હાલ ખરાબ
આ મામલે અધિકારીઓએ તપાસ શરૂ કરી દીધી છે. તપાસમાં જાણવા મળ્યું કે જે લિફ્ટમાં ફસાયા બાદ મહિલાએ દમ તોડ્યો તે ચીની બનાવટની ચાલુ લિફ્ટ હતી. જો કે તેનું રજિસ્ટ્રેશન કરાવ્યું નહતું. હાલ બિલ્ડિંગ ઓથોરિટી વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. તપાસમાં જાણવા મળ્યું કે લિફ્ટમાં અનેક મુશ્કેલીઓ હતી પરંતુ તેને ઠીક કરાવવામાં આવી નહીં.
આ ઘોર બેદરકારીનો મામલો ગણવામાં આવ્યો છે. રિપોર્ટ મુજબ અકસ્માતનો ભોગ બનેલી મહિલાની છ વર્ષની એક પુત્રી છે જેના રડી રડીને હાલ ખરાબ થઈ ગયા છે. માતાના મોત બાદ તે અન્ય સંબંધીઓ પાસે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube