Valentine Week - Teddy Day 2022 : કેવી રીતે અસ્તિત્વમાં આવ્યા ટેડી બિયર? જાણો રોચક કહાની
Teddy Day: વજનમાં હલકું અને દેખાવમાં ક્યૂટ હોવાના કારણે ટેડી બિયર લોકોમાં ખૂબ જ લોકપ્રિય થયા. અમેરિકા, કેનેડા, ગ્રેટ બ્રિટેન, જાપાન અને જર્મનીમાં તો ટેડી બિયર ઉત્સવ પણ લોકપ્રિય થયા છે. ત્યારે જાણીએ ટેડી બિયર બનવા પાછળની કહાની...
ઝી બ્યૂરો, અમદાવાદઃ દેશ અને દુનિયાભરમાં ખાસ કરીને યુવાઓ ખુબ આનંદથી વેલેન્ટાઈન્સ વીકની ઉજવણી કરતા હોય છે. ત્યારે આજે એ અંતર્ગત ટેડી ડે ની ઉજવણી કરવામાં આવી રહી છે. પણ શું તમે જાણો છો કે તમારા દિલની નજીક રહેનારું ટેડી બિયર કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું. કઈ રીતે આ દિવસની ઉજવણીની શરૂઆત થઈ? આ બધી માહિતી જાણવા માટે તમારે આ આર્ટિકલ વાંચવો પડશે.
પ્રિયપાત્રને પ્રપોઝ કરીને ખુશ કરવા બાદ વારો આવે છે તેને ક્યુટ ટેડી ગિફ્ટ કરવાનો. ખાસ કરીને છોકરીઓને ખુશ કરવા માટે ટેડી બેસ્ટ ઓપ્શન છે. ટેડી ગિફ્ટ કરીને તમે પ્રેમનો ઈઝહાર કરી શકો છો. પાત્ર કોઈ પણ હોય, પ્રેમી, જીવનસાથી કે સંતાન ટેડી બિયર સૌ કોઈને પસંદ આવે છે. પરંતુ શું તમને ખબર છે, ટેડી બિયર અસ્તિત્વમાં કેવી રીતે આવ્યા? શું છે તેમની પાછળની કહાની? જો ના તો ચાલો અમે તમને જણાવીએ ટેડી બિયર બનવા પાછળની કહાની...
વર્ષો પહેલાની આ વાત છે. થયું એવું કે અમેરિકાના 26માં રાષ્ટ્રપતિ થેયોડોર રૂઝવેલ્ટ જ્યારે મિસીસિપી અને લૂસિયાના વચ્ચે ચાલી રહેલા વિવાદનો ઉકેલ લાવવા માટે મિસીસિપી ગયા હતા. પોતાના ફાજલ સમયમાં તેઓ રીંછનો શિકાર કરવા માટે નિકળ્યા. શિકાર દરમિયાન તેમને એક વૃક્ષ સાથે બંધાયેલું, તડપતું ઘાયલ રીંછ મળ્યું. તેમને સાથીઓએ કહ્યું કે, તેઓ આ ઘાયલ રીંછનો શિકાર કરી શકે છે. પરંતુ રૂઝવેલ્ટે એવું કહીને ના પાડી દીધી કે, એક ઘાયલ પશુનો શિકાર કરવો નિયમોની સામે છે. તો પણ તેમણે એ ભાલૂને મારવાનો આદેશ આપ્યો કે જેથી તેને તડપ અને દર્દથી છૂટકારો મળી શકે. આ ઘટનાની અખબારોમાં ખૂબ ચર્ચા થઈ.
ઘટના બાદ ક્લિફોર્ડ બેરીમેન નામના કાર્ટૂનિસ્ટે એક કાર્ટૂન બનાવ્યું. જેમાં રૂઝવેલ્ટને એક વયસ્ક રીંછ સાથે બતાવ્યા. આ કાર્ટૂન એ સમયે ખૂબ જ ચર્ચામાં આવ્યું હતું. ક્લિફોર્ડે રીંછને જે રૂપ આપ્યું તે ખૂબ જ લોકપ્રિય થયું અને પસંદ કરવા લાગ્યા. કેન્ડી અને રમકડાંનો સ્ટોર ચલાવતા મૉરિસ મિચટૉમ કાર્ટૂનવાળા રીંછથી પ્રભાવિત થયા. મૉરિસના પત્ની રમકડાં બનાવી હતી. તેણે રીંછના આકારનું એક નવું રમકડું બનાવ્યું.
મૉરિસ એ રમકડાને લઈને રૂઝવેલ્ટની પાસે ગયા અને એ રમકડાને 'ટેડી બિયર' નામ આપવાની અનુમતિ માંગી કારણ કે 'ટેડી' રૂઝવેલ્ટનું નિકનેમ હતું. રૂઝવેલ્ટે હા પાડી અને આ રીતે દુનિયાને ટેડી બિયર મળ્યું. વજનમાં હલકું અને દેખાવમાં ક્યૂટ હોવાના કારણે ટેડી બિયર લોકોમાં ખૂબ જ લોકપ્રિય થયા. અમેરિકા, કેનેડા, ગ્રેટ બ્રિટેન, જાપાન અને જર્મનીમાં તો ટેડી બિયર ઉત્સવ પણ લોકપ્રિય થયા છે.
આ છે ટેડી બિયરના રંગનો મતલબ
તો આ છે ટેડી બિયરનો ઈતિહાસ. સાથે તમને એ પણ જણાવીએ કે દરેક રંગનો પોતાનો એક મતલબ હોય છે. જો તમને કોઈ લાલ રંગનું ટેડી આપે છે તો એનો મતલબ એવો છે કે, તે વ્યક્તિ તેમને પ્રેમ કરે છે. પિંક ટેડી બિયરનો મતલબ છે કે, સામેના વ્યક્તિએ તમારા પ્રપોઝલનો સ્વીકાર કરી લીધો છે. બ્લૂ રંગનું ટેડી બિયર ગિફ્ટ કરનાર વ્યક્તિ તમારા પ્રત્યે સાચી નિષ્ઠા, વિશ્વાસ રાખશે. જો તમને લીલા રંગનું ટેડી બિયર કોઈ આપે તો તે પ્રતિક છે કે, એ વ્યક્તિ આખી જિંદગી તમારી રાહ જોશે.