જયેશ જોશી, અમદાવાદઃ આઈસક્રીમ (Ice Cream) અને કેક (Cake)થી લઈને ખાવાની વસ્તુઓમાં જો તમને વેનીલા ફ્લેવર પસંદ છે તો આ સમાચાર તમારે જરૂર વાંચવા જોઈએ. ગયા વર્ષે સોશિયલ મીડિયા પર એક વ્યક્તિએ વીડિયો ક્લિપ શેર કરતાં કહ્યું હતું કે જો તમને વેનીલા ફ્લેવર પસંદ છે તો એકવાર તેને તૈયાર કરવાના પ્રકારના ગૂગલ કરી લો. લાખોની સંખ્યામાં આ વીડિયોને જોનારા લોકોએ જે રિએક્શન આપ્યા, તેને જાણીને તમે જરૂર આગામી વખતે વેનીલા ફ્લેવર ખાતાં પહેલાં 100 વાર વિચારશો. ચિંતા ન કરશો. તમને વેનીલા ફ્લેવર તૈયાર કરવાના પ્રકાર વિશે અમે જાણકારી આપવા જઈ રહ્યા છીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેવી રીતે બને છે આર્ટિફિશિયલ વેનીલા:
મોટાભાગના લોકોને ખબર છે કે વેનીલા ફ્લેવરને વેનીલા પોડ્સની મદદથી તૈયાર કરવામાં આવે છે. પરંતુ વેનીલા ફ્લેવરને આર્ટિફિશિયલ રીતે પણ બનાવી શકાય છે. આર્ટિફિશિયલ રીતે વેનીલા ફ્લેવર તૈયાર કરવા માટે એક એવા કેમિકલ કમ્પાઉન્ડની જરૂરિયાત રહે છે. જેને બીવર્સ (Beaver)ના એનલ ગ્લેન્ડથી કાઢવામાં આવે છે. બીવરના કેસ્ટર સૈકથી કેસ્ટોરમ (Castoreum) કેમિકલ કમ્પાઉન્ડને તૈયાર કરવામાં આવે છે. આ કેસ્ટર સૈક બીવરના પેલ્વિસ અને પૂંછડીના બેસની વચ્ચે હોય છે. બીવર ઉત્તરી હેમિસ્ફેયરમાં મળી આવતાં એક પ્રકારના રોન્ડેટ હોય છે. જે પાણી અને જમીન પર રહે છે.


અમેરિકી ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને આપી છે મંજૂરી:
બીવર્સ આ ભૂરા અને ચીકણા પદાર્થની મદદથી પોતાના વિસ્તારને માર્ક કરે છે. અમેરિકાની ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)એ કેસ્ટોરમને ફૂડ એડિટિવ તરીકે ઉપયોગ કરવાની મંજૂરી મળેલી છે. વર્ષ 2007માં ઈન્ટરનેશનર જર્નલ ઓફ ટોક્સિકોલોજીએ પોતાની રિસર્ચમાં જોયું કે મેન્યુફ્રેક્ચરર્સ ખાવા-પીવા અને પરફ્યૂમ તૈયાર કરવા માટે વધારે માત્રામાં કેસ્ટોરમનો ઉપયોગ કરે છે. આ ચલણ લગભગ છેલ્લાં 90 વર્ષથી વધારે છે.


બીવર્સને બેભાન કરીને કેસ્ટર સૈકમાંથી કાઢવામાં આવે છે કેસ્ટોરમ:
નેશનલ જ્યોગ્રાફિકને મળેલી જાણકારીમાં દક્ષિણ ઈલિનોઈસ યુનિવર્સિટીમાંથી વાઈલ્ડલાઈફ ઈકોલોજિસ્ટ જોઆના ક્રોફર્ડે કહ્યું હતું કે કેસ્ટોરમ એકઠું કરવા માટે બીવર્સને બેભાન કરવા પડે છે. તેના પછી આ કેસ્ટર સૈકને કાઢવામાં આવે છે. આ સૈકમાંથી કેસ્ટોરમને કાઢવામાં આવે છે.


શું આજે પણ બીવર્સની જરૂર પડે છે:
ઈન્ટરનેટ ફેક્ટ ચેકિંગ વેબસાઈટ Snopesએ આ અંગે માહિતી મેળવ્યા પછી કહ્યું કે આવા મોટાભાગના દાવા ખોટા જ છે. આ વેબસાઈટે કહ્યું કે આજના સમયમાં ફૂડ પ્રોડક્ટ્સમાં કેસ્ટોરમનો ઉપયોગ બહુ ઓછો થાય છે. આ એટલા માટે કેમ કે આ પદાર્થને બીવરમાંથી કાઢવો એક અઘરું કામ હોય છે. આ વેબસાઈટે જણાવ્યું કે વાર્ષિક રીતે માત્ર 132 કિલોગ્રામ કેસ્ટોરમ લિક્વિડ જ બીવર્સમાંથી એકઠું કરવામાં આવે છે. અમેરિકામાં દર વર્ષે વેનીલા બીન્સથી જ લગભગ 2 કરોડ કિલો વેનીલા ફ્લેવર પ્રાકૃતિક રીતે તૈયાર કરવામાં આવે છે.


2011માં વેજિટેરિયન રિસોર્સ ગ્રૂપે પોતાની પાંચ કંપનીઓને પૂછ્યું હતું કે શું તે વેનીલા ફ્લેવર માટે કેસ્ટોરમનો ઉપયોગ કરે છે. તે બધી કંપનીઓએ કેસ્ટોરમના ઉપયોગનો ઈનકાર કરી દીધો. આ કંપનીઓએ કહ્યું કે માણસોના ઉપયોગ માટે કેસ્ટોરમનો ઉપયોગ કરવામાં આવતો નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube