ભારતના અબજપતિ પંકજ ઓસવાલે આરોપ લગાવ્યો છે કે તેમની પુત્રી વસુંધરા ઓસવાલે 1 ઓક્ટોબરના રોજ યુગાન્ડા પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે અટકમાં લેવામાં આવી છે. તેમની પુત્રીના છૂટકારા માટે સંયુક્ત રાષ્ટ્રને પણ પત્ર લખ્યો છે. કથિત રીતે વસુંધરાને યુગાન્ડામાં પરિવારના એક્સ્ટ્રા ન્યૂટ્રલ આલ્કોહોલ (ઈએનએ) પ્લાન્ટથી હથિયારબંધ લોકોના એક સમૂહ દ્વારા અટકાયતમાં લેવામાં આવી હતી. અધિકારીઓનો દાવો છે કે આ તપાસ એક ગૂમ વ્યક્તિ સંબંધિત છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પંકજ ઓસવાલનો દાવો છે કે તેમની પુત્રી વિરુદ્ધ આરોપ એક પૂર્વ કર્મચારી દ્વારા પરિવાર પાસેથી 200000 ડોલરનું ઋણ લેવાના કારણે લગાવવામાં આવ્યો છે. તેણે ઋણ માટે ગેરંટર તરીકે કામ કર્યું હતું. પરિવારે દાવો કર્યો કે કર્મચારીએ તે રકમ ચૂકવવાની ના પાડી દીધી અને તેની જગ્યાએ વસુંધરા વિરુદ્ધ ખોટા આરોપો ઘડી નાખ્યા. 


કોણ છે વસુંધરા ઓસવાલ
કંપનીની વેબસાઈટ મુજબ 26 વર્ષની વસુંધરા ઓસવાલનો ઉછેર ભારત, ઓસ્ટ્રેલિયા અને સ્વિટ્ઝર્લેન્ડમાં થયો છે. તેણે સ્વિસ યુનિવર્સિટીથી સ્નાતકની ડિગ્રી લીધી છે. તેણે સ્નાતકના બીજા વર્ષ દરમિયાન પીઆરઓ ઈન્ડસ્ટ્રીઝની પણ સ્થાપના કરી અને હાલમાં ફર્મની કાર્યકારી ડાયરેક્ટર પણ છે. 


તેના પરિવારના એક નિવેદન મુજબ વસુંધરા પૂર્વ આફ્રીકાના ઈથેનોલ ઉત્પાદન ઉદ્યોગમાં એક મુખ્ય વ્યક્તિ છે. તેણે ઓસવાલ સમૂહના વૈશ્વિક વિસ્તારમાં પણ મજબૂત નેતૃત્વનું પ્રદર્શન કર્યું. પોતાની બિઝનેસ ઉપલબ્ધિઓ વચ્ચે તેણે 2023 માટે વૈશ્વિક યુવા આઈકન પુરસ્કાર અને ઈકોનોમિક ટાઈમ્સ દ્વારા વર્ષની સર્વશ્રેષ્ઠ મહિલા નોમિનેટ થવા સહિત અનેક પુરસ્કાર જીત્યા છે. 


ઈન્સ્ટાગ્રામ પર વસુંધરા વિશે તેના ભાઈ દ્વારા એક સોશિયલ મીડિયા પોસ્ટમાં દાવો કરાયો છે કે તે એક માખીને પણ ઈજા પહોંચાડી શકે નહીં. તે દરેક પક્ષીઓને ખાવાનું ખવડાવે છે અને શાકાહારી છે. તે રોજ મેડિટેશન કરતી હતી અને તેનો ક્યારેય કોઈ પ્રેમી રહ્યો નથી. હવે તેને કોઈ એવી ચીજ સાથે જોડવામાં આવી છે જે તેણે ક્યારેય કરી નથી. 


ઓસવાલના ભાઈએ યુગાન્ડા સરકાર માટે લખેલા એક ખુલ્લા પત્રમાં એવો પણ આરોપ લગાવ્યો કે આ બધુ એક 68 વર્ષના વ્યક્તિની કોર્પોરેટ ઈર્ષાના કારણે છે જે તે સહન કરી શકતા નથી કે એક યુવા 26 વર્ષની મહિલા જે ફક્ત 3 મહિનાની આકરી મહેનતથી તેમના કરતા આગળ નીકળી ગઈ અને ગમે તે થાય, તે ઈચ્છતો હતો કે તેની હરિફ હેઠી પડે. ઈન્સ્ટાગ્રામ પોસ્ટ મુજબ ઓસવાલને અટકાયતમાં લીધા બાદ તેના પરિવાર અને વકીલોનો સંપર્ક કરવાની પણ મંજૂરી નહતી. અધિકારીઓએ તેનો ફોન છીનવી લીધો. 


અત્રે જણાવવાનું કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં દાવો કરાયો છે કે ઓસવાલને રાતે કોઈ પણ રાહત આપ્યા વગર 90 કલાકથી વધુ સમય સુધી જૂતા વચ્ચે અટકાયતમાં રાખવામાં આવી. આ દરમિયાન તેને કપડાં બદલવાની પણ મંજૂરી અપાઈ નહતી. પોસ્ટમાં એવો પણ દાવો કરાયો કે ભયાનક પરિસ્થિતિઓને કારણે તેને એન્ઝાઈટી એટેક આવ્યો જેને અધિકારીઓ માનવા કે સાંભળવા તૈયાર નથી. વસુંધરા ઓસવાલને 1 ઓક્ટોબરથી અટકાયતમાં લેવાઈ હતી અને તે હજુ પણ સ્થાનિક જેલમાં કેદ છે.