Vedant Patel Created History in America: ગુજરાતમાં જન્મેલા વેદાંત પટેલે અમેરિકામાં ડંકો વગાડ્યો છે. અમેરિકી સરકારમાં કામ કરી રહેલા વેદાંત પટેલે ત્યાંના વિદેશ વિભાગની ડેઈલી બ્રીફ કરીને ઈતિહાસ સર્જ્યો છે. આમ કરનારા તેઓ પહેલા ભારતીય-અમેરિકન છે. તેમના સાથીઓએ કહ્યું કે પટેલે સ્પષ્ટ રીતે પોતાની વાતો રજૂ કરી. અત્રે જણાવવાનું કે અમેરિકી વિદેશ વિભાગના પ્રવક્તા નેડ પ્રાઈસ હાલ રજાઓ પર છે. આવામાં તેમની ગેરહાજરીમાં Principal Deputy Spokesperson વેદાંત પટેલને આ તક મળી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે છે વ્યક્તિગત બ્રિફિંગ
પોતાના બ્રિફિંગ દરમિયાન પટેલે યુક્રેન પર રશિયાના આક્રમણ, જેસીપીઓએ અને લિઝ ટ્રસના યુનાઈટેડ કિંગડમના પ્રધાનમંત્રી બનવા જેવા મુદ્દાઓ પર વાત કરી. તેમની આગામી વ્યક્તિગત બ્રિફિંગ બુધવારે એટલે કે આજની નક્કી છે. તેમની જો કે પહેલી જ બ્રિફિંગ એકદમ શાનદાર રહી. જેના પર વ્હાઈટ હાઉસના વરિષ્ઠ એસોસિએટ કમ્યુનિકેશન્સ ડાઈરેક્ટર મેટ હિલે પણ તેમને ટ્વીટ કરીને અભિનંદન પાઠવ્યા. 


ચારે બાજુ થઈ રહી છે પ્રશંસા
હિલે પટેલના વખાણ કરતા લખ્યું કે વિશ્વ મંચ પર યુએસનું પ્રતિનિધિત્વ કરવું એક મોટી જવાબદારી છે અને વેદાંતે તેને અત્યંત સ્પષ્ટતા સાથે અંજામ આપ્યો. બીજી બાજુ વ્હાઈટ હાઉસના પૂર્વ ઉપસંચાર નિદેશક પિલી તોબરે કહ્યું કે, વેદાંત પટેલને મંચ પર જોઈને ખુબ સારું લાગ્યું. મારા મિત્રને એક શાનદાર શરૂઆત માટે શુભેચ્છાઓ. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube