અમેરિકન દેશમાં થઇ રેકોર્ડબ્રેક મોંઘવારી, સેંડવિચ વેચાઇ રહ્યું છે 20 લાખ બોલિવરમાં
સવારે એટીએમની બહાર લાંબી લાઇનો લાગી છે જ્યારે વિંડ્રોની સીમા 10 બોલિવર નક્કી કરવામાં આવી, જે દેશમાં એક કોફી ખરીદવા માટે પણ અપર્યાપ્ત છે
કરાકસ: દક્ષિણ અમેરિકન દેશ વેનેજુએલામાં મોંઘવારી સાતમા આસમાને છે. મોંઘવારી દર 10 લાખ ટકા વધી ગઇ છે. તેનાથી અહી ખાવા-પીવાની વસ્તુઓ ઘણી મોંઘી થઇ ગઇ છે. વેનેજુએલા એકસમયે અમેરિકાના સૌથી અમીર દેશોમાં સામેલ હતો. મોંઘવારી દરને કાબૂ કરવા અને આર્થિક સંકટનો સામનો કરવા માટે વેનેજુએલા સરકારે પોતાની મુદ્વા બોલિવરનું અવમૂલ્યન (ડિવેલ્યૂડ) કરી દીધું છે. એક મહિલા કર્મી માલડોનાડોએ કહ્યું કે જોકે, કેટલાક દુકાનદાર વધતી જતી કિંમતોને લઇને ચિતિંત છે. હું મારા ડેબિટ કાર્ડનો ઉપયોગ કરી શકું છું પરંતુ હજુ પણ ખૂબ મોંઘું છું. દરેક વસ્તુના ભાવ વધી ગયા છે. મેં એક સેંડવિચ ખરીદ્યું અને બોલિવરમાં તેની કિંમત 20 લાખ રૂપિયા હતી.
વેપારીઓએ કર્યો સરકારના પગલાનો વિરોધ
વેનેજુએલાના કેંદ્રીય બેંકે નવા વિનિયમ દર હેઠળ બોલિવરના 96 ટકા મૂલ્યાંકન કર્યું છે. આ આકાશને આંબી રહેલા ફૂગાવાને રોકવા માટે રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો દ્વારા કરવામાં આવી રહેલા પ્રયત્નોનો ભાગ છે. જોકે બિઝનેસ દિગ્ગજ આ નિર્ણયની ટીકા કરી રહ્યા છે. વેનેજુએલાના કેંદ્રીય બેંકે યૂરોના મુકાબલે બોલિવરની વિનિમય દર 68.65 બોલિવર પ્રતિ યૂરો નિર્ધારિત કરી. તો બીજી તરફ અમેરિકી મુદ્વાના મુકાબલે તેની દર લગભગ 60 બોલિવર પ્રતિ ડોલર બરાબર છે. આ પહેલાં ડોલર કંઇક 2.48 બોલિવર બરાબર હતો. ચલણ સમાયોજનનો સામનો કરવા માટે કેટલાક ધંધા બંધ રહ્યા, જ્યારે અન્ય ધંધા માદુરોની નીતિનો વિરોધ કરી ત્રણેય વિપક્ષી પાર્ટીઓની 24 કલાકના વિરોધ પ્રદર્શનમાં સામેલ થયા.
એટીએમની બહાર લાગી લાઇનો
સવારે એટીએમની બહાર લાંબી લાઇનો લાગી છે જ્યારે વિંડ્રોની સીમા 10 બોલિવર નક્કી કરવામાં આવી, જે દેશમાં એક કોફી ખરીદવા માટે પણ અપર્યાપ્ત છે. એકાઉંટેટ સેજર અગુઇરે એએફપીએ જણાવ્યું કે બેંક કામ કરી રહી છે અને રોકડ આપી છે. આ ઉપરાંત મની ટ્રાંસફર અને ચૂકવણી પણ થઇ રહી અને બધુ સામાન્ય ચાલી રહ્યું છે.