Napalm Girl of Vietnam Wars: જો તમે વિયેતનામ યુદ્ધ વિશે જાણતા હોવ, જો તમે તેની વાર્તાઓ વાંચી હોય, તો તમે કિમ ફૂક ફાન તિ નામની તે વિયેતનામીઝ છોકરીને પણ જાણતા હશો, જેની દાઝેલી હાલતમાં પીડાની ચીસો અને નગ્ન અવસ્થામાં દોડતી તેની તસવીર તે સમયે ખુબ જ ચર્ચામાં હતી. જે વિયેતનામ યુદ્ધના પરિણામોનું પ્રતીક બની છે. તસવીરમાં જોવા મળતી છોકરી હવે 59 વર્ષની થઈ ગઈ છે અને તે ફરી એકવાર ચર્ચામાં આવી છે. હકીકતમાં 50 વર્ષ બાદ તેની સ્કીનની છેલ્લી સારવાર તાજેતરમાં કરવામાં આવી છે. છેલ્લી સારવારની આ તસવીર સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહી છે. આવો જાણીએ કિમ ફુક ફાન સાથે જોડાયેલી કેટલીક જાણકારીઓ...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1972 માં નેપલમ બોમ્બથી થઈ હતી ઘાયલ
1972 માં વિયેતનામ યુદ્ધ દરમિયાન કિમ ફુક ફાન 9 વર્ષની હતી. તે સમયે દક્ષિણ વિયેતનામી સ્કાયરાઈડર દ્વારા નેપલમ બોમ્બ ફેંકવામાં આવ્યો હતો. તે તેની ચપેટમાં આવી હતી. જે બાદ તેની હાલત વધુ ખરાબ થઈ રહી હતી. પોતાન બચાવવા અને દાઝેલી હાલતમાં રડતી અને કપડાં વગર રસ્તા પર દોડી રહી હતી. આ દરમિયાન તેની એક તસવીર નિક યુટ નામના ફોટોગ્રાફરે ક્લિક કરી હતી. આ તસવીર તે સમયે ઝડપથી વાયરલ થઈ અને દરેક તરફ તેની ચર્ચા થઈ. આ તસવીર યુદ્ધની ઓળખ બની ગઈ હતી. આ તસવીરને પુલિત્ઝર પુરસ્કાર પણ જીત્યો અને કિમ ફુકને 'નેપલમ ગર્લ'નું ઉપનામ પણ મળ્યું.


2015 માં શરૂ થઈ સારવાર
તસવીર વાયરલ થયા બાદ લોકોએ સારવાર માટે કિમ ફુક ફાનની શોધ શરૂ કરી. થોડા વર્ષ સુધી કિમ ફુકની સારાવાર ચાલી. તે ધીમે ધીમે ઇજાઓથી બહાર આવી અને સમય સાથે મોટી પણ થતી ગઈ. વિયેતનામમાં જ તેના લગ્ન થયા. તે વર્ષ 1992 સુધી વિયેતનામમાં જ રહી. ત્યારબાદ પતિ સાથે કેનેડા જતી રહી હતી. 2015 માં તે અમેરિકાના મિયામીમાં એક હોસ્પિટલની ડોક્ટર જિલ વાઈબેલના સંપર્કમાં આવી. ડોક્ટર. વાઈબેલે તેના દાઝી ગયેલા નિશાનની મફતમાં સારવાર કરવાની વાત કરી. સારવાર શરૂ થઈ અને તે ઘણા વર્ષ સુધી ચાલી. આ અઠવાડિયે ફુક ફાનની લેઝર સર્જરીનો 12 મો અને છેલ્લો રાઉન્ડ પૂર્ણ થયો. ત્યારબાદ તે ફરી એખવાર તે ફોટોગ્રાફર નિક યુટને મળી, જેને તે પોતાનો જીવ બચાવવાનો શ્રેય આપે છે. નિકે તેની છેલ્લી સારવારની તસવીર પણ ક્લિક કરી. આ વખતે તે હસી રહી હતી.


હવે હું નેપલમની છોકરી નથી
સારવાર બાદ કિમ ફુકે કહ્યું કે, હવે 50 વર્ષ બાદ હું યુદ્ધની શિકાર નથી, હું નેપલમની છોકરી નથી. હવે હું એક મિત્ર છું, હું એક સહાયક છું, હું એક દાદી છું અને હવે મું એક સર્વાઈવર છું જે શાંતિ માટે અવાજ આપી રહી છે. હું ઇચ્છું છું કે દરેક પ્રેમ, આશા અને ક્ષમા સાથે જીવી શકે. જો દરેક આ પ્રકારે જીવવાનું શીખી લે તો આપણે યુદ્ધની બિલકુલ જરૂર નથી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube