નવી દિલ્હીઃ આખી દુનિયામાં લોકો ગિનિસ રેકોર્ડ બુકમાં પોતાનું નામ નોંધાવવા માટે અલગ-અલગ પ્રકારના અનોખા અને વિચિત્ર કામો કરે છે. આ પ્રમાણેના લક્ષ્ય સાથે, એક મહિલાએ તાજેતરમાં એક મિનિટમાં બાયસેપથી સૌથી વધુ સફરજન તોડવાનો રેકોર્ડ બનાવ્યો છે. વીડિયોમાં લિન્ડબર્ગ નામની મહિલા એક પછી એક સફરજન તોડતી જોઈ શકાય છે. આ દરમિયાન હાજર પ્રેક્ષકો તેની જોરદાર પ્રશંસા કરી રહ્યા છે અને તાળીઓ પાડી રહ્યા છે. એટલું જ નહીં, આ વીડિયોમાં યુવતી ફ્રાઈંગ પેન ફેરવતી અને જાડી બુક ફાડતી પણ જોવા મળી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યુવતીએ એક મિનિટમાં સૌથી વધુ સફરજન તોડી નાખ્યા-
આ વીડિયોને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, 'લિંસે લિન્ડબર્ગ - ઉર્ફે મામા લૂ (Linsey Lindberg – AKA Mama Lou) દ્વારા એક મિનિટમાં બાયસેપથી સૌથી વધુ 10 સફરજન તોડવામાં આવ્યા છે'. આ જ પોસ્ટના કેમ્ન્ટ બોક્સમાં ગિનીસ વર્લ્ડ રેકોર્ડના હેન્ડલર્સે ઉમેર્યું કે, 'લિન્સે, કેન્સાસ'માં જન્મેલી એક મજબૂત મહિલા, તેણીને સ્ટેજ પર 'મામા લૂ' તરીકે પણ ઓળખવામાં આવે છે.
 


 



 



યુવતીના નામે બીજા પણ ઘણા રેકોર્ડ છે-
આ સિવાય એક મિનિટમાં મહિલાના નામે 5 ડેક કાર્ડ ફાડવાનો પણ રેકોર્ડ છે. ઉપરાંત, લિન્સીએ એક મિનિટમાં બે ટેલિફોન ડીરેક્ટરી ફાડી નાખી. 2 દિવસ પહેલા શેયર કરવામાં આવેલા આ વીડિયોને 64,000 થી વધુ લાઈક્સ અને ઘણી કોમેન્ટ્સ મળી છે. વીડિયો જોયા બાદ લોકો ભારે આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે. કેટલાક લોકો એવું પણ કહી રહ્યા છે કે આ યુવતી એ સફરજન તેના ઈયસેપથી નહીં પરંતુ તેના બીજા હાથની મદદથી તોડ્યા છે. અન્ય એક યુઝરે મજાકમાં લખ્યું કે, 'ભગવાન તેના પતિની મદદ કરે.' એક યુઝરે તો મહિલાની સરખામણી સુપરહીરો અને 'હલ્ક' સાથે કરી હતી.