VIDEO: ઉત્સવ દરમિયાન હાથીને આવ્યો અચાનક ગુસ્સો અને પછી મચાવ્યું તાંડવ
શ્રીલંકાના કોટ્ટે વિસ્તારમાં એક પ્રાચીન બૌદ્ધ મંદિરની બહાર એક ધાર્મિક યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં બૌદ્ધ સાધુઓની સાથે મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા અને હાથીની આગળ પારંપરિક નૃત્ય ચાલી રહ્યું હતું
કોલંબોઃ સામાન્ય રીતે હાથીને શાંત સ્વભાવનો માનવામાં આવે છે, પરંતુ જ્યારે ગજરાજને ગુસ્સો આવી જાય છે ત્યારે તે કોઈના કાબુમાં આવતા નથી. કેટલીક વખત તો ગુસ્સે ભરાયેલા ગજરાજ તેમની હડફેટે જે કોઈ આવે તેને ઊંચકીને ફેંકી દેતા હોય છે, પછી તે માનવી હોય કે કોઈ સંપત્તી. શ્રીલંકામાં એક ધાર્મિક યાત્રા દરમિયાન માનસિક સંતુલન ગુમાવી બેસેલા આવા જ હાથીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
શ્રીલંકાના કોટ્ટે વિસ્તારમાં એક પ્રાચીન બૌદ્ધ મંદિરની બહાર એક ધાર્મિક યાત્રા કાઢવામાં આવી હતી. આ દરમિયાન ભજન-કીર્તન ચાલી રહ્યું હતું અને લોકો હાથીની સાથે ગાતા-નાચતા સડક પર ચાલી રહ્યા હતા. લોકો પારંપરિક નૃત્યુમાં ડુબેલા હતા. લાઈટનો શણગાર સજેલા ગજરાજને અચાનક જ ગુસ્સો આવી ગયો અને પછી તેના રસ્તામાં જે કોઈ આવ્યું તેને કચડીને ગજરાજ દોડવા લાગ્યા હતા.
પાકિસ્તાનની પ્રથમ અંતરીક્ષયાત્રીએ કરી 'ચંદ્રયાન-2' મિશનની પ્રશંસા, ISROને આપ્યા અભિનંદન
હાથી ઉપર બેસેલા મહાવત પણ નીચે પડી ગયા હતા અને તેને પણ હાથીએ પોતાના પગ નીચે કચડી નાખ્યો હતો. સાથે જ હાથીની આગળ ચાલી રહેલો બીજો મહાવત પણ હાથીને કાબુમાં કરવામાં નિષ્ફળ નિવડ્યો હતો.
જૂઓ વીડિયો... હાથીએ કેવી રીતે પોતાના પગ નીચે લોકોને કચડી નાખ્યા...