કુનમિંગ: ચીન (China)ની એક ઝીલમાં તરતી માછલીનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થઈ રહ્યો છે. વીડિયો વાઈરલ થવાનું કારણ એ છે કે આ માછલીનું મોઢું કોઈ માણસના ચહેરા જેવું દેખાય છે જે ચર્ચાનો વિષય બન્યો છે. લોકોને તો વિશ્વાસ જ નથી થતો પરંતુ સોશિયલ મીડિયા પર આ મુદ્દે ખુબ ચર્ચા થઈ રહી છે. 


એક રિપોર્ટ મુજબ આ માછલીને ચીનના દક્ષિણમાં કુનમિંગ શહેરની બહારના એક ગામમાં આવેલા તળાવમાં મહિલા દ્વારા એક વીડિયો ઉતારવામાં આવ્યો. વીડિયોને શરૂઆતમાં ચીની માઈક્રોબ્લોગિંગ સાઈટ વીબો પર શેર કરાયો હતો. ત્યારબાદ તે સોશિયલ મીડિયાના અન્ય પ્લેટફોર્મ્સ ઉપર પણ વાઈરલ થઈ ગયો. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube