નેપેડા : મ્યાંમાર નેશનલ એલાઇન્સનું એક વિમાન માંડલે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર રવિવારે પાછળના પૈડાઓના આધારે ઇમરજન્સી ઉતારવામાં આવ્યું હતું. આગળનો લેન્ડિંગ ગીયર ફસાઇ જવાનાં કારણે આગળનું પૈડુ ખુલી શક્યું નહોતું જો કે પાયલોટની સુઝબુઝના કારણે એક મોટી દુર્ઘટના થવાથી બચી ગયું. આવા વિમાનનાં આગળનો ગિયર ફેઇલ થયા બાદ દુર્ઘટના સર્જાઇ હતી. વિમાનમાં 89 લોકો બેઠેલા હતા. એમબ્રેયર 190 વિમાન હવાઇમથકનાં રનવે પર સરકી ગયું હતું. પાયલટે વિમાનનાં નોઝની મદદથી લેન્ડિંગ કરાવ્યું. જો કે પાયલોટની સુઝબુઝનાં કારણે કોઇ પણ વ્યક્તિને સામાન્ય ઇજા પણ થઇ નહોતી. 


જમ્મુ કાશ્મીર: શોપિયામાં સુરક્ષાદળોની મોટી સફળતા, ઘર્ષણમાં 2 આતંકવાદી ઠાર

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીબીસીએ એરલાઇયન્સનાં હવાલાથી કહ્યું કે, કેપ્ટન મૈયત મો આંગે હવાઇ ઇમરજન્સી નિયંત્રકોને આ નિર્ધારિત કરવા માટે બે વખત હવાઇ મથકનાં રાઉન્ડ કાપ્યા, જેથી ખબર પડી શકે તે લેન્ડિંગ ગીયર નીચે થઇ રહ્યો છે કે નહી. એરલાઇન્સનાં અનુસાર વિમાન યંગુનથી રવાના થયું હતું અને માંડલોની નજીક હતું. જ્યારે પાયલોટ સામેનો લેન્ડિંગ ગિયરનાં વિસ્તાર આપવામાં અસમર્થ હતો. તેણે ઇમરજન્સી પ્રક્રિયાનું પાલન કર્યું અને વિમાનનાં વજનને ઘટાડવા માટે વધારાનું ઇંધણ ઉડાવી દીધું હતું. લેન્ડિંગનો એક વીડિયો વિમાનનાં નોઝ રનવેને સ્પર્શે તે પહેલા પાછળનાં પૈડા પર ઉતારતું જોવા મળ્યું. વિમાન અટકતા પહેલા  25 સેકન્ડ માટે લપસી ગયું હતું. મ્યાંમારમાં આ અઠવાડીયે આ પ્રકારની આ બીજી દુર્ઘટના છે. 


UPમે મહિલા નેતાએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો, પ્રિયંકા પર લગાવ્યો અપમાનનો આરોપ
દિગ્વિજય પોતે જ ન કરી શક્યા મતદાન, ખેદ વ્યક્ત કરી કહ્યું આવતા વખતે કરીશ મતદાન
વિમાનના પાછળના પૈડા દ્વારા ઇમરજન્સી લેન્ડિંગ કર્યું કારણ કે, આગળનું પૈડુ ખુલી નહોતું રહ્યું. મંડાલેના મુખ્યમંત્રીએ ખાસ રીતે પાયલોટ સાથે મળીને તેના આ સાહસિક પગલાના વખાણ કરતા તેની સાથે હાથ મિલાવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે નજીકનાં સમયમાં અનેક વિમાન દુર્ઘટનાઓ સામે આવી છે.