લાઈવ પ્રોગ્રામમાં પાકિસ્તાની એન્કરે કરી `ગજબ` ભૂલ, VIDEO જોઈને હસી પડશો
પાકિસ્તાનની ન્યૂઝ ચેનલ પર લાઈવ ચર્ચા દરમિયાન એક મહિલા એન્કર `Apple Inc` ને સફરજન સમજી બેઠી. તેની આ ભૂલ પર સોશિયલ મીડિયામાં તે ખુબ ટ્રોલ થઈ રહી છે. લોકો મહિલા એન્કરની ખુબ મજાક ઉડાવી રહ્યાં છે. પાકિસ્તાનના પત્રકાર નાયલા ઈનાયતે આ વીડિયો પોતાના ટ્વીટર હેન્ડલ પર શેર કર્યો. જો કે ઝી ન્યૂઝ આ વીડિયોની સત્યતાની પુષ્ટિ કરતું નથી.
ઈસ્લામાબાદ: પાકિસ્તાનની ન્યૂઝ ચેનલ પર લાઈવ ચર્ચા દરમિયાન એક મહિલા એન્કર 'Apple Inc' ને સફરજન સમજી બેઠી. તેની આ ભૂલ પર સોશિયલ મીડિયામાં તે ખુબ ટ્રોલ થઈ રહી છે. લોકો મહિલા એન્કરની ખુબ મજાક ઉડાવી રહ્યાં છે. પાકિસ્તાનના પત્રકાર નાયલા ઈનાયતે આ વીડિયો પોતાના ટ્વીટર હેન્ડલ પર શેર કર્યો. જો કે ઝી ન્યૂઝ આ વીડિયોની સત્યતાની પુષ્ટિ કરતું નથી.
હકીકતમાં ન્યૂઝ ચેનલ પર બિઝનેસ સંબંધિત કાર્યક્રમ ચાલી રહ્યો હતો. પાકિસ્તાનની અર્થવ્યવસ્થા પર ચર્ચા ચાલુ હતી. પેનલિસ્ટ કહે છે કે 'દુનિયામાં કારોબાર કયા રૂમમાં થઈ રહ્યો છે, આ બાજુ આવીને જુઓ. એકલો એપ્પલનો બિઝનેસ આખા પાકિસ્તાનના સંપૂર્ણ બજેટ કરતા ઘણો વધારે છે.'
જેના પર મહિલા એન્કર કહે છે કે 'હાં મે પણ સાંભળ્યું છે કે સફરજનની અનેક જાત હોય છે અને તે સારો વેપાર કરી રહી છે.' એન્કરની આ હાજરજવાબીથી પેનલિસ્ટ ચોંકી જાય છે અને એન્કરની ભૂલ સુધારતા કહે છે કે 'હું એપ્પલ કંપનીની વાત કરું છું, સફરજન અંગે નહીં.'
વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...