વોશિંગ્ટન: અમેરિકાની શિકાગો પોલીસ દ્વારા એક છોકરાને મારી નાખવાનો વીડિયો હાલ ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો તમને વિચલિત કરી શકે છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે પોલીસ છોકરાનો પીછો કરે છે અને તેને થોભવાનું કહે છે. છોકરો પોલીસની ચેતવણી સાંભળીને રોકાય છે પરંતુ અચાનક એક ફાયર થાય છે અને છોકરો જમીન પર પડે છે. એક પોલીસ અધિકારીના બોડી કેમેરામાં રેકોર્ડ થયેલી આ ઘટનાને લઈને પોલીસની કાર્યપ્રણાલી પર એકવાર ફરીથી ગંભીર સવાલ ઉભા થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેયર  Lightfoot એ લોકોને કરી અપીલ
અમારી સહયોગી વેબસાઈટ  WION માં પ્રકાશિત એક સમાચાર મુજબ પોલીસની કાર્યવાહીમાં માર્યા ગયેલા છોકરાનું નામ એડમ ટોલેડો છે. માનવાધિકાર સંગઠનોએ 13 વર્ષના એડમની મોતના વિરોધમાં પ્રદર્શનની જાહેરાત કરી છે. આ બાજુ મેયર લોરી લાઈટફૂટે લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે. પીડિત પક્ષના વકીલ Adeena Weiss Ortiz નું કહેવું છે કે પોલીસે જાણી જોઈને એડમ ટોલેડોને ગોળી મારી. તેમણે પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે વીડિયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે એડમ પોલીસ અધિકારીઓની વાત માનવા તૈયાર હતો પરંતુ આમ છતાં તેને ગોળી મારી. 


ખાલી હાથ હતો એડમ
એડીનાએ કહ્યું કે પોલીસનો દાવો છે કે એડમ ટોલેડોના હાથમાં પિસ્તોલ હતી. જો તે સાચું પણ હોય તો પણ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે ઘટના સમયે એડમના હાથ ખાલી હતા. એટલેકે પોલીસ અધિકારીઓની વાત માનવા તે તૈયાર હતો. તો પછી તેને ગોળી કેમ મારી? વકીલે વધુમાં કહ્યું કે આ મામલો ખુબ ગંભીર છે. પોલીસ જાણી જોઈને લોકોને નિશાન બનાવી રહી છે. અમે દોષિતો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માગણી કરીએ છીએ. 


જુઓ VIDEO


Coronavirus: ભારતમાં Double Mutant Virus એ મચાવ્યો છે હાહાકાર!, જાણો કેમ આટલો જોખમી છે આ નવો સ્ટ્રેન?


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube