માલ્યાનાં પ્રત્યાર્પણમાં બ્રિટનની આડોડાઇ, કહ્યું હજી એક નાનકડો કેસ બાકી પણ વિગત નહી
ભાગેડું દારૂના વેપારી વિજય માલ્યાને ભારત લાવવામાં હવે ફરી એકવાર બ્રિટને કાયદાકીય ગુંચ નાખી છે. ભારતમાં બ્રિટિશ હાઇ કમિશનનાં પ્રવક્તાએ ગુરૂવારે જણાવ્યુ કે, ગત્ત મહિને પ્રત્યાર્પણ વિરુદ્ધ માલ્યાની અપીલ રદ્દ થઇ ગઇ હતી. ત્યાર બાદ તેણે બ્રિટનની સુપ્રી કોર્ટમાં અપીલ કરવાનો ઇન્કાર કરી દીધો હતો. જો કે વધારે એક કાયદાકીય મુદ્દો છે, જેને તેના પ્રત્યાર્પણ પહેલા ઉકેલ લાવવો જરૂરી છે.
લંડન : ભાગેડું દારૂના વેપારી વિજય માલ્યાને ભારત લાવવામાં હવે ફરી એકવાર બ્રિટને કાયદાકીય ગુંચ નાખી છે. ભારતમાં બ્રિટિશ હાઇ કમિશનનાં પ્રવક્તાએ ગુરૂવારે જણાવ્યુ કે, ગત્ત મહિને પ્રત્યાર્પણ વિરુદ્ધ માલ્યાની અપીલ રદ્દ થઇ ગઇ હતી. ત્યાર બાદ તેણે બ્રિટનની સુપ્રી કોર્ટમાં અપીલ કરવાનો ઇન્કાર કરી દીધો હતો. જો કે વધારે એક કાયદાકીય મુદ્દો છે, જેને તેના પ્રત્યાર્પણ પહેલા ઉકેલ લાવવો જરૂરી છે.
દિલ્હી રમખાણોનું મરકજ કનેક્શન, મૌલાના સાદ સાથે સંકળાયેલા આરોપીના તાર
આ અગાઉ બુધવારે રાત્રે કહેવાયું હતું કે, માલ્યાને કોઇ પણ સમયે ભારત લાવવામાં આવી શકે છે. બ્રિટનમાં તેના પ્રત્યાર્પણ અંગેની તમામ ઔપચારિકતા પુર્ણ કરી લેવામાં આવી છે. બ્રિટિશ હાઇકમીશને કહ્યું કે, આ સામાન્ય કેસ અંગે અમે તમને વધારે માહિતી નહી આપી શકીએ, કારણ કે તે ગુપ્ત છે. જો કે અમે ઝડપથી આનો ઉકેલ લાવવા માટેનો પ્રયાસ કરીશું.
Hydroxychloroquine: ચમત્કારી દવા કે પછી મોતની ગોળી? અભ્યાસ પરત ખેંચવામાં આવ્યો !
લંડન હાઇકોર્ટ ફગાવી ચુકી છે માલ્યાની અપીલ
14 મે લંડન હાઇકોર્ટે વિજયમાલ્યાની ભારત પ્રત્યાર્પણની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાની પરવાનગી આપવાની માંગને ફગાવી દીધી હતી. આ અપીલને ફગાવી દેવાયા બાદ હવે તેને 28 દિવસોમાં ભારત લાવવામાં આવનાર છે. 20 દિવસ વીતી ચુક્યા છે અને તેના પ્રત્યાર્પણની તૈયારીઓ પણ પુર્ણ થઇ ચુકી છે. માલ્યા પાસે હવે કોઇ કાનુની વિકલ્પ બચ્યો નથી.
Delhi ની Border Seal કરવા અંગે સુપ્રીમ લાલઘુમ, ત્રણેય રાજ્યોને મળી એક પાસ બનાવવા આદેશ
બ્રિટિશ કોર્ટને આર્થર રોડ જેલની માહિતી આપી ચુકી છે એજન્સી
ઓગષ્ટ 2018માં બ્રિટનની કોર્ટે માલ્યાનાં કેસની સુનવણી દરમિયાન તપાસ એજન્સીઓને તે જેલની માહિતી આપવા જણાવ્યું હતું, જ્યાં માલ્યાને રાખવામાં આવવાનો છે. ત્યારે તપાસ એજન્સીઓએ મુંબઇની આર્થર રોડ જેલનો વીડિયો પણ લંડનની કોર્ટમાં દેખાડ્યો હતો. તપાસ એજન્સીઓએ કહ્યું કે, બે માળની આ જેલમાં માલ્યાને હાઇ સિક્યુરિટી બૈરકમાં રખાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube