બીજા વિશ્વ યુદ્ધમાં વપરાયેલ પ્લેનની વિન્ટેજ મુસાફરી મોંઘી પડી, 20ના મોત
અકસ્માત નજરે જોનાર અનુસાર પ્લેન અચાનક 180 ડિગ્રીએ વળ્યું અને સીધી લીટીમાં નીચે પટકાવા લાગ્યું હતું
નવી દિલ્હી : સ્વિત્ઝરલેન્ડના પિજ સેગ્નાઝ પર્વતીય ક્ષેત્રમાં શનિવારે બપોરે બીજા વિશ્વ યુદ્ધનું વિન્ટેજ પ્લેનનો અકસ્માત થયો હતો. આ ઘટનામાં 20 લોકોનાં મોત નિપજ્યા હતા. સ્વિસ મીડિયાના અનુસાર જોન્કર જેયુ 52 એચબી હોટ એરક્રાફ્ટ 1939માં જર્મનીમાં બનાવાયું હતું. હાલ તેઓ સ્વિસ એર ફોર્સ સાથે સંબંધિત જેયુ એરમાં હતું. આ પ્લેનમાં 17 મુસાફરો અને 3 ક્રૂ મેમ્બર બેઠા હતા.
જર્મન ન્યૂઝ બ્લિકે લખ્યુ હતું કે, આ ફ્લાઇટે સાઉથ સ્વિત્ઝરલેન્ડના ટિકિનોથી શનિવારે સવારે આશરે 10 વાગ્યે ઉડ્યન કર્યું હતું. જ્યુરિક નજીક ડ્યૂબેનડ્રોફ સૈન્ય હવાઇ મથક ખાતે જઇ રહ્યું હતું. સ્થાનિક મીડિયાના અનુસાર આ દુર્ઘટના નજરે જોનારા એક વ્યક્તિએ જણાવ્યું કે, પ્લેન અચાનક 180 ડિગ્રી ફર્યું અને જાણે અચાનક કોઇ પથ્થર હવામાંથી નીચે પડે તે રીતે નીચે પટકાયું હતું. બ્લાસ્ટ થતાની સાથે જ તેમાં આગ લાગી હતી.
સ્થાનિક અધિકારીના અનુસાર પાંચ હેલિકોપ્ટર બચાવ કાર્ય કરવા માટે દુર્ઘટનાસ્થળ પર મોકલવામાં આવ્યા છે. ઘટનાને પગલે જેયૂ એર કંપનીએ પોતાની વેબસાઇટ પર દુખ વ્યક્ત કર્યું હતું. હાલ કંપનીએ પોતાની તમામ ફ્લાઇટ રદ્દ કરી દીધી છે. જેયુ એરના અનુસાર 1939માં બનેલ તમામ જોન્કર પ્લેન ભાડે ઉડાવવામાં આવે છે. તેને ભૂતપૂર્વ આર્મી ઓફિસર અને પ્રોફેશનલ પાઇલેટ જ ઉડાવે છે.
કંપનીએ પોતાની વેબસાઇટ પર 1987ની એક દુર્ઘટનાનો ઉલ્લેખ પણ કર્યો હતો. જો કે તેમાં કોઇ જાનહાની થઇ નહોતી. શનિવારે એક સ્વિસ પ્લેન નિડવાલ્ડના જંગલોમાં ક્રેશ થયું હતું. આ ટૂરિસ્ટ પ્લેનમાં એક દંપત્તિ અને બે નાના બાળકો હતા.