કરાચી : ભારત અથવા તો બીજા કોઈ પણ દેશમાં ભિખારીઓને લગતા કોઈને કોઈ સમાચાર તો આવતા રહેતા હોય છે. જોકે પાકિસ્તાનમાં તો ભિખારીએ હદ જ કરી દીધી. પાકિસ્તાનના કરાચીમાં એક ભિખારી ફ્લાઇટમાં ઘુસી ગયો હતો. ભિખારી ફ્લાઇટમાં ઘુસી જતા તમામ પ્રવાસીઓને ભારે આંચકો લાગ્યો હતો અને આ વીડિયો ઝડપથી સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર આ વીડિયોને લોકો ધડાધડ શેયર કરી રહ્યા છે. આ વીડિયોમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે એક ભિખારી અચાનક ફ્લાઇટમાં ઘુસી જાય છે જેના પગલે ફ્લાઇટમાં પહેલાંથી હાજર લોકો મુંઝવણમાં મુકાઈ જાય છે. આ ફ્લાઇટમાં એક મહિલા ભિખારીને સમજાવાનો પ્રયાસ પણ કરે છે. આખરે એક સિક્યુરિટી ગાર્ડ ત્યાં આવે છે અને તેને બહાર કાઢી મુકે છે. 


વિદેશના સમાચાર જાણવા કરો ક્લિક...