Video Shared On TikTok: ઇન્ટરનેટ પર એક વીડિયો ખૂબ ધમાલ મચાવી રહ્યો છે. આ વીડિયો જોઇને લોકો ખૂબ કંદ્યૂઝ જોવા મળી રહ્યા છે. જોકે એક વ્યક્તિએ ટિકટોક પર એક એવો વીડિયો શેર કર્યો છે. જેને જોઇને બધના હોશ ઉડી ગયા છે. આ છોકરાએ દાવો કર્યો છે કે વીડિયોમાં બતાવવામાં આવેલા રેલવે સ્ટેશનની નીચે એક સુરંગ મળી છે. તેણે પોતાના મિત્રોની સાથે રેલવે સ્ટેશનની સીડીઓ નીચે આ સુરંગની શોધ કરી. આ વીડિયોને જોઇને લોકો પોતાની આંખો પર વિશ્વાસ કરી શકતા નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરંગ સાથે છે દરવાજો? 
'ધ સન'માં છપાયેલા એક રિપોર્ટ અનુસાર છોકરાએ જણાવ્યું કે સુરંગ એક સીક્રેટ દરવાજાની તરફ લઇ જાય છે. તમને જણાવી દઇએ કે આ ઘટના બ્રિટનની છે. દાવો કરનાર 23 વર્ષના છોકરાનું નામ લ્યૂક ડૌથવેટ બતાવવામાં આવી રહ્યું છે. આ વીડિયોમાં છોકરાને તેના મિત્રો સાથે રેલવે સ્ટેશનની સીઢીઓ પર ઉભેલા જોઇ શકાય છે. 


આ રીતે જોવા મળી સુરંગ
આ વીડિયોમાં જોવા મળ્યું કે છોકરાએ સીઢીની નીચે મેટલના લેયરને હટાવ્યું અને જણાવ્યું કે લેયર હટાવ્યા બાદ એક ટનલ જોવા મળી. છોકરાના અનુસાર આ સુરંગને મેટલની લેયરથી છુપાવવામાં આવ્યા હતા. છોકરાને લોકોને પ્રશ્નો કરતાં કહ્યું કે તમે પોતે જ વિચારો કે આ સુરંગ ક્યારે અને કેમ બનાવવામાં આવી હતી. 


ખૂબ મળ્યું અટેંશન
આ કિસ્સાને ખાસ અટેંશન પણ મળી રહ્યું છે. તમને જાણીને આશ્વર્ય થશે કે છોકરાના આ વીડિયોને ખૂબ વ્યૂઝ અને લાઇક્સ મળ્યા. એટલું જ નહી ઘણા યૂઝર્સ તેના પર પોતાની અલગ-અલગ પ્રતિક્રિયા આપતાં જોવા મળ્યા. ઘણૅઅ લોકો અલગ-અલગ અનુમાન લગાવતાં જોવા મળી રહ્યા છે. 
 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube