હાઈ લા! 61 વર્ષના આ વૃદ્ધની ઉંમર ઘટીને 38 વર્ષ થઈ ગઈ! ફિટનેસ પર દર વર્ષે 25 લાખનો ખર્ચો
અમેરિકાના મિશિગનમાં રહેતા એક 61 વર્ષના વ્યક્તિએ વિજ્ઞાનને પડકારવાનો દાવો કર્યો છે. ડેવ પાસ્કોનું કહેવું છે કે તેણે પોતાની ઉંમર ઘટાડીને 38 વર્ષ કરી નાખી છે અને તે પોતાની વધતી ઉંમરને રોકી શકે છે.
યુવાન અને સુંદર દેખાવવું કોને ન ગમે. અનેક લોકો આ માટે વિવિધ ગતકડા પણ અપનાવતા હોય છે. બોટોક્સ કે સર્જરીનો પણ સહારો લે છે. જેથી કરીને વદ્ધાવસ્થા દેખાય નહીં. પરંતુ અમેરિકાના મિશિગનમાં રહેતા એક 61 વર્ષના વ્યક્તિએ વિજ્ઞાનને પડકારવાનો દાવો કર્યો છે. ડેવ પાસ્કોનું કહેવું છે કે તેણે પોતાની ઉંમર ઘટાડીને 38 વર્ષ કરી નાખી છે અને તે પોતાની વધતી ઉંમરને રોકી શકે છે.
દરરોજ ખાય છે 158 સપ્લીમેન્ટ્સ
ડેવ પાસ્કો એક બાયોહેકર છે. તેણે જણાવ્યું કે તે પોતાની ઉંમર ઘટાડવા માટે એક ખુબ જ કડક દિનચર્યાનું પાલન કરે છે અને શરીરને વૃદ્ધ થતું રોકવા માટે રોજ 158 સપ્લીમેન્ટ લે છે. ડેવનું અનુમાન છે છે કે તે પોતાની લાઈફ સ્ટાઈલ પર દર વર્ષે લગભગ 30,000 ડોલર (25 લાખ રૂપિયા) ખર્ચ કરે છે. ડેવે જણાવ્યું કે તેની ઉંમર કોઈ 35 વર્ષના યુવા જેવી છે અને તેનું શરૂર અને હાડકાં પણ બિલકુલ જુવાન અને મજબૂત છે. કાળા વાળ અંગે તેણે કહ્યું કે તે કુદરતી રીતે જ કાળા છે કે ન તો તેના ચહેરા પર કરચલીઓ છે.
શું અમર થવા માંગે છે
ડેવે પોતાની વેબસાઈટ પર કહ્યું કે તેનો અમર થવાનો કોઈ ઈરાદો નથી. પરંતુ તે નથી ઈચ્છતો કે તેની જિંદગી ખતમ થતા પહેલા તેનું સ્વાસ્થ્ય ખતમ થઈ જાય. તે પોતાની શારીરિક ઉંમર એટલે કે યુવાની જાળવી રાખવા માંગે છે. ડેવની હાલની એપિજેનિટિક એજ 37.95 વર્ષ છે. અને તેની વધતી ઉમરની વર્તમાન ગતિ 0।66 વર્ષ પ્રતિ કિલેન્ડર વર્ષ છે. ડેવને આશા છે કે તે 95 વર્ષ સુધી ફિટ રહેશે અને પોતાનું કામ પોતે જાતે જ કરી શકશે.
ખાસ છે દિનચર્યા
એન્ટી એજિંગ ગુરુ ડેવ ક્યારેય જાગવા માટે એલાર્મ લગાવતો નથી. તેનું કહેવું છે કે સૂર્યોદય થતા પહેલા તેનું શરીર આપોઆપ જાગી જાય છે. તેની સવારની દિનચર્ચામાં 15 મિનિટ જમીન પર અને મિની ટ્રેમ્પોલિન પર પાંચ મિનિટ વ્યાયામ કરવાનું સામેલ છે. તેના એક કલાકની અંદર તે 83 સપ્લીમેન્ટ લે છે. ત્યારબાદ તે રનિંગ કરે છે અને ત્યારબાદ હાઈ ઈન્ટેન્સિટીનું વર્ક આઉટ કરે છે. જે વેઈટ લિફ્ટિંગ પર બેસ હોય છે. ત્યારબાદ તે સોના બાથ લે છે અને 45 મિનિટ સુધી મેડિટેશન કરે છે. તે વર્કઆઉટ શેર પીવે છે અને પછી લીલા કેળા અને ચિયા (તકમરિયા) અખરોટ, અને બેરી બાઉલનો નાશ્તો કરે છે. ડેવે કહ્યું કે મારા માટે 'મી ટાઈમ' ખુબ મહત્વનો છે. આથી હું આ માટે સમય નિર્ધારિત કરું છું પરંતુ હું બીજા સાથે પણ ક્વોલિટી ટાઈમ વિતાવવાનો પસંદ કરું છું.
આ છે ડાયેટ
ડેવ બ્રેકફાસ્ટ બાદ મોટાભાગે લંચ કરતો નથી અને બપોરે 3થી સાંજે 5 વાગ્યાની વચ્ચે જલદી ડિનર કરી લે છે. તેનું આ મીલ ઓર્ગેનિક હોય છે જેમાં બીફ, ચિકન, કે જંગલી માછલી સામેલ હોય છે. તે ભોજનમાં શાકભાજી અને સલાડ પણ લે છે. ડાયેટિંગ વિશે જણાવતા ડેવ કહે છે કે, તે કેલેરી વધવાની ચિંતા કરતા નથી. મોટાભાગનો સમય સાધારણ કાર્બોહાઈડ્રેટને સિમિત કરીને, હું વજન વધાર્યા વગર તથા શારીરિક ઉંમર વધાર્યા વગર જેટલું ઈચ્છું તેટલું ખાઉ છું.
એક મહિના બાદ ઉંમર ચેક કરશે
ડેવ હાલ એક મહિના માટે ઈટલીના પ્રવાસે છે અને આ દરમિયાન તે પોતાની જૂની ખાણી પીણીના રૂટીન અને કસરતથી દૂર ફક્ત સપ્લીમેન્ટના સહારે છે. તેણે કહ્યું કે તે ઘરે પાછો ફરીને એ તપાસ કરશે કે તેની શારીરિક અને જેનેટિક ઉંમર એક મહિનાની અંદર કેટલી વધી. જો કે તેને તેના વધવાની કોઈ ચિંતા નથી. કારણ કે તેનું માનવું છે કે તે એક મહિના બાદ પોતાની જૂની દિનચર્યા પર પાછો ફરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube