ભગવાને શરીરને લઈને જે પણ કઈ આપ્યું હોય છે તે કદાચ કેટલાક લોકોને ગમતું નથી હોતું અને એટલે જ તેની સાથે ચેડા કરવામાં આવે છે. પણ ક્યારેય આ ચેડા જીવલેણ પણ સાબિત થઈ શકે છે. અવારનવાર આવા સમાચાર આવતા રહે છે કે શરીરમાં ફેરફાર કરવા જતા ઉલમાંથી ચૂલમાં પડવા જેવું થયું. થોડા સમય પહેલા થાઈલેન્ડ દેશમાંથી એક સમાચાર આવ્યા હતાં જે ખુબ ચોંકાવનારા હતા. થાઈલેન્ડમાં એક વ્યક્તિને પોતાની ભૂલ ખુબ ભારે પડી ગઈ હતી. તેણે ખુબ અસહ્ય દર્દમાંથી પણ પસાર થવું પડ્યું. અને પછી હોસ્પિટલમાં જઈને ઓપરેશન કરાવવાનો વારો આવ્યો. વાત જાણે એમ છે કે 20 વર્ષના એક યુવકને પોતાના પ્રાઈવેટ પાર્ટની સાઈઝ વધારવાના અભરખા હતા અને આ માટે તેણે જે ગતકડું અજમાવ્યું તેનાથી તે મુશ્કેલીમાં આવી ગયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડેઈલી સ્ટાર રિપોર્ટ મુજબ આ વ્યક્તિએ પ્રાઈવેટ પાર્ટ મોટો કરવા માટે એક ઈન્જેક્શન લગાવ્યું હતું. તે એવું તપાસવા માંગતો હતો કે આ ઈન્જેક્શનનો કોઈ ફાયદો થયો કે નહીં. આ માટે તેણે પોતાનો પ્રાઈવેટ પાર્ટ એક ટ્યૂબમાં નાખ્યો. પરંતુ તેનો પ્રાઈવેટ પાર્ટ તેમા ફસાઈ ગયો. યુવકે ટ્યૂબમાં ફસાયેલા પ્રાઈવેટ પાર્ટને બહાર કાઢવાની ખુબ કોશિશ કરી પરંતુ સફળ થયો નહીં. ત્યારબાદ તેણે ઈમરજન્સી સર્વિસમાં કોલ કર્યો. 


OMG..! આ છે દુનિયાના સૌથી મોંઘા ઘર, કિંમત એટલી છે કે બની જાય એક નવો દેશ


તુર્કીનું એક Ghost village, દરેક ઘરમાં પુલ ઝકૂઝી છતા 600 મકાન ખાલી?


શ્વાસ છોડ્યા પહેલા માતાએ બાળકને જન્મ આપ્યો, તુર્કીના ભૂકંપ વચ્ચે માસૂમની કહાની


ઘટનાસ્થળે પહોંચેલી મેડિકલ ટીમે પણ ટ્યૂબને કાપવાની કોશિશ કરી. પરંતુ કોઈ સફળતા મળી નહીં. કારણ કે ટ્યૂબ ખુબ જ ટાઈટ હતી અને થોડી અમથી ભૂલથી યુવકનો પ્રાઈવેટ પાર્ટ કપાઈ શકે તેમ હતો. ત્યારબાદ યુવકને હોસ્પિટલ લઈ જવાયો જ્યાં ડોક્ટરે સર્જરી કરીને ટ્યૂબની બહાર કાઢ્યો. આ માટે પહેલા યુવકના પ્રાઈવેટ પાર્ટ અને ટ્યૂબની વચ્ચે એક પ્રોટેક્ટિવ શીટ મૂકવામાં આવી. જેથી કરીને બ્લેડથી યુવકને ઈજા ન થાય. ધીરે ધીરે ટ્યૂબને કાપવામાં આવી.


યુવકે ડોક્ટરને બતાવ્યું કે તેને લાગતું હતું કે તેનો પ્રાઈવેટ પાર્ટ નાનો છે. આથી તેણે ભારે ભરખમ ખર્ચો કરીને ઈન્જેક્શન લગાવ્યું. તે એવી તપાસ કરી રહ્યો હતો કે આ ઈન્જેક્શનથી તેને કોઈ ફાયદો થયો કે નહીં. યુવક હવે પોતાના પર જ શરમાઈ રહ્યો છે અને સાથે સાથે તેને એ વાતનો ગુસ્સો પણ છે કે ટ્યૂબ કાઢવા માટે તેણે ખુબ ખર્ચો કરવો પડ્યો. હજુ એ સ્પષ્ટ થયું નથી કે વ્યક્તિનો પ્રાઈવેટ પાર્ટ પહેલાની જેમ સામાન્ય થઈ શકશે કે નહીં.


હવે અહીં વિચારવું જોઈએ કે ભગવાને આપેલું શરીર કેટલું કિમતી છે. તેમાં છેડછાડ કરવાથી શું પરિણામ આવી શકે. આ રીતે શરીરના કોઈ પણ પાર્ટ સાથે ચેડા કરવા ક્યારેક ખુબ જ જોખમી સાબિત થઈ શકે છે. માટ શરીરની સાથે આ પ્રકારે ચેડા ક્યારેય કરવા જોઈએ નહીં. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube