અત્યારનો સમય એવો છે કે જ્યાં તમને ભાગ્યે જ એવી કોઈ જગ્યા મળે જ્યાં મહિલાઓના દુશ્મન ન હોય. કેટલાક વિકૃત માનસિકતાવાળા લોકો બળાત્કાર જેવા અપરાધોને અંજામ આપે છે. સમાજમાં ખુલ્લેઆમ ઘૂમતા આવા રાક્ષસોથી સાવધાન અને સતર્ક રહેવાની જરૂર છે. આ એટલા માટે કહેવું પડે છે કારણ કે અત્યાર સુધી તમે ઓફિસના ટોઈલેટ, ગર્લ્સ હોસ્ટેલના  બાથરૂમ, હોટલોના રૂમ, મોલના ચેન્જિંગ રૂમ સુદ્ધામાં હિડન કેમેરાની વાતો સાંભળી હશે પરંતુ મહિલઓના પ્રાઈવેટ વીડિયો રેકોર્ડ કરીને જે કેસ અંગે અમે તમને જણાવીશું તેને જાણીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1000થી વધુ મહિલાઓના ન્હાતી વખતે વીડિયો બનાવવામાં આવ્યા અને કોઈને ગંધ સુદ્ધા ન આવી. આ ચોંકાવનારા ખુલાસા બાદ હવે લોકોમાં હડકંપ મચી ગયો છે. જ્યાં હિડન કેમેરા લગાવ્યો હતો તે મહિલાઓ તો આઘાતમાં સરી પડી છે. તેમને ડર છે કે ક્યાંક તેમના વીડિયો લીક ન થઈ જાય. 


દુનિયામાં ચકચાર મચી
અપરાધ કરનારાએ એવી તરકીબ અજમાવી કે તમે કદાચ વિચાર્યું પણ નહોય. આ ઘટના જાપાનમાં ઘટી છે. જ્યાં એક વ્યક્તિએ ફેમસ પિકનિક સ્પોટ પર રહેલા ગરમ પાણીના ઝરણામાં ન્હાતી મહિલાઓના વીડિયો રેકોર્ડ કરવા માટે પથરાઓ વચ્ચે નકલી પથ્થર બનાવીને કેમેરા ફીટ કરી દીધો. આ જાપાની વ્યક્તિને પથ્થરો વચ્ચે નકલી પથ્થરમાં કેમેરા ફીટ કરીને ઝરણામાં ન્હાઈ રહેલી 1000 મહિલાઓના પ્રાઈવેટ વીડિયો ચોરીછૂપે બનાવવા માટે બે વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી. 


મહિલાઓમાં હડકંપ
આ મામલો યામાગાટાનો છે. મહિલાઓના વીડિયો બનાવનારા જેલમાં છે. આ ઘટનાનો ખુલાસો કરનારી મહિલા ગરમ પાણીના તે ઝરણામાં ન્હાઈ રહી હતી. મહિલા વ્યવસાયે આર્કિટેક હોવાનું કહેવાય છે. તેણે પથ્થરા વચ્ચે જોવા મળેલા એક પથ્થર પર શક ગયો. જ્યાં તેણે ચેક કર્યું તો ખબર પડી કે એ પથ્થર આર્ટિફિશિયલ હતો. જેની અંદર એક કેમેરો હતો. તે કેમેરાથી તે ત્યાં ન્હાનારી મહિલાઓના વીડિયો રેકોર્ડ કરતો હતો. તેણે પછી તો મિત્રોને બોલાવ્યા અને પોલીસને જાણ કરી. ઘટનાસ્થળે હાજર રહેલા લોકો પ્રાઈવેટ વીડિયો બનાવનારા વ્યક્તિની આ તરકીબ જોઈને મોંઢામાં આંગળા નાખી ગયા કે જબરો ભેજાબાજ છે. 


પકડવા માટે પોલીસે જાળ બીછાવી
આરોપીને પકડવા માટે પોલીસે ટ્રેપ લગાવ્યું. રંગે હાથ પકડવા માટે રાહ જોઈ. હકીકતમાં કેમેરાને પકડવાને કારણે રેકોર્ડિંગ બંધ થઈ ગયું. આરોપી કેમેરા ચેક કરવા માટે આવ્યો અને પકડાઈ ગયો. પોલીસે પથ્થો વચ્ચે નકલી પથ્થર અને કેમેરાને પોતાના કબજામાં લીધો. પોલીસને કેમેરાની ચીપમાં મહિલાઓના વીડિયોઝ મળ્યા. તેમની પાસે એક હજાર મહિલાઓના પ્રાઈવેટ વીડિયો સામે આવ્યા. રિપોર્ટ્સ મુજબ આરોપી અપરાધી વૃત્તિ વાળો છે. તેના પર ચાઈલ્ડ પોર્નોગ્રાફી કરવાનો પણ આરોપ લાગી ચૂક્યો છે. પુરાવા ન મળવાના કારણે તે બચી ગયો હતો. પરંતુ આ વખતે તે જેલમાં ધકેલાઈ ગયો.