તહેવારોની સીઝનમાં ભાત ભાતની ડિસ્કાઉન્ટ ઓફરો અને અન્ય ઓફરો આવતી હોય છે. કંપનીઓ ગ્રાહકોને આકર્ષવા માટે નવી નવી ઓફરો રજૂ કરતી હોય છે. પરંતુ હવે તો કઈક એવું પણ જોવા મળી રહ્યું છે જે જાણીને તમને કદાચ વિશ્વાસ નહીં આવે. હવે તો સામાનની જેમ માણસો પણ જાણે પોતાના માટે સેલ લગાવતા જોવા મળે છે અને આશ્ચર્ય એ વાતનું છે કે ભાવ પણ નક્કી કરીને મૂકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધ સનના એક રિપોર્ટ મુજબ અમેરિકાના મિયામીમાં રહેતી જેસેનિયા રેબેકા (Jessenia Rebecca) નામની એક છોકરીએ સોશિયલ મીડિયા પર કાયદેસર રીતે રેટ કાર્ડ મૂકીને ગર્લફ્રેન્ડ પેકેજ જાહેર કર્યું છે. યુવતીએ જણાવ્યું છે કે જેટલા પૈસા હશે તે પ્રમાણે તે સિંગલ યુવકોને ફેસ્ટિવલ સીઝનમાં ગર્લફ્રેન્ડ બનીને મદદ કરશે. 


ગર્લફ્રેન્ડ પેકેજ!
29 વર્ષની જેસિકા રેબેકાના જણાવ્યાં મુજબ તે સિંગલ યુવકો માટે ક્રિસમસ ગર્લફ્રેન્ડ પેકેજ લાવી રહી છે. સોશિયલ મીડિયા પર તેણે આ અંગે જાહેરાત પણ મૂકી છે. તે મુજબ યુવતીએ એક કલાક સુધી ગર્લફ્રેન્ડ બનવા માટે $150 એટલે કે 12,701 રૂપિયાનો ચાર્જ જણાવ્યો છે. જો કોઈ સિલ્વર પેકેજ લે તો તેણે રેબેકાને $250 (21,000 રૂપિયા) અને એક ગિફ્ટ આપવાની રહેશે. ગોલ્ડ પેકેજ લે તો ચાર્જ વધીને $450 (અંદાજે 38,000 રૂપિયા) આપવા પડશે. જ્યારે પ્લેટિનમ પેકેજ લેનારાઓએ $600 એટલેકે 50,000 રૂપિયાની રકમ ચૂકવવાની રહેશે. 


બદલામાં શું સેવા મળશે
યુવતીએ આ ગર્લફ્રેન્ડ પેકેજ ફેસ્ટિવ પેકેજ તરીકે રજૂ કર્યું છે અને આવામાં તે સિલ્વર પેકેજ હેઠળ ગ્રાહકોની સાથે તેમના ફેમિલી હોમ જશે, ભોજન કરશે અને મીઠી વાતો કરશે. ગોલ્ડ પેકેજ હેઠળ તે 3 કલાકની સેવા આપશે અને ફેમિલી સેલિબ્રેશનમાં જોડાશે. તે તેમને કપલ કેવી રીતે મળ્યું તે અંગેની એક કહાની પણ સંભળાવી દેશે. પ્લેટિનમ પેકેજ હેઠળ રેબેકા ગ્રાહકો સાથે 6 કલાક સુધી રહેશે અને પરિવાર સામે તેમના પ્રેમનો એકરાર પણ કરશે. જો પૈસા વધી જાય તો તે ડિનર બાદ એંઠા વાસણ ધોવા માટે પણ તૈયાર છે. એક્સ પર તેની આ સેવા અંગે વાંચીને લોકોએ મિક્સ પ્રતિભાવો આપ્યા. કોઈએ તેને સ્કેમ ગણાવ્યું તો કોઈએ સારી સેવા ગણાવી.