બાર્સિલોનામાં રહેતી 30 વર્ષની જાસ્મિન એલિસિયા કાર્ટર(Jasmine Alicia Carter) પોતાના એક અનોખા શોખના કારણે ચર્ચામાં છે. તેનું કહેવું છે કે તે menstrual blood એટલે કે માસિકધર્મ સમયે નીકળતા લોહીને એક ડ્રિંક તરીકે પીવે છે અને તેનાથી તેના સ્વાસ્થ્યમાં ખુબ સુધારો થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફેસપેક તરીકે ઉપયોગ કરે છે
એટલું જ નહીં જાસ્મિન પીરિયડ પેન્ટિંગ્સ પણ બનાવે છે. તેના માટે તે menstrual blood નો ઉપયોગ કરે છે. તેનો એવો પણ દાવો છે કે આ લોહીને ચહેરા પર લગાવવાથી ત્વચા પણ ખુબ સારી થાય છે. જાસ્મિન આ દાવો પોતાના પર કરાયેલા પ્રયોગોના આધારે કરે છે. તેનું કહેવું છે કે menstrual blood ની ડ્રિંક અને ફેસપેક ઉપયોગ કરવાથી તેના સ્વાસ્થ્યમાં ખુબ સુધારો થયો છે. 


બે વર્ષના પુત્રની માતા છે જાસ્મિન
જાસ્મિન  બે વર્ષના પુત્રની માતા છે. તે તેના પતિ સૂર્યા અને પુત્ર સાથે રહે છે. તેણે પોતાની ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલમાં પોતાને પીરિયડ આર્ટિસ્ટ ગણાવી છે. આ ઉપરાંત તે menstrualartmovement પણ ચલાવે છે. જે હેઠળ મહિલાઓને પીરિયડ દરમિયાન થતી સમસ્યાઓ અને તેનાથી બચવા માટેના ઉપાયો વિશે જણાવવામાં આવે છે. 


વિશ્વના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube