Trending Video: સોશિયલ મીડિયા પર ઘણીવાર વિચિત્ર વીડિયો જોવા મળે છે. તેને જોઇને વિશ્વાસ થતો નથી કે શું ખરેખર આવું થઇ શકે છે. આજે એવો જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેને જોઇને તમને વિશ્વાસ નહી થાય કે આવું ખરેખર થઇ શકે છે. આ વીડિયોમાં પાર્કમાં બેઠેકા લોકો આત્માથી ડરીને આમતેમ ભાગતા જોવા મળે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાયરલ વીડિયોમાં તમે જોઇ શકશો કે એક પાર્કમાં એક વડીલ વ્યક્તિ બેંચ પર ચૂપચાપ બેસીને ન્યૂઝપેપર વાંચી રહી છે. ત્યારે તેની પાછળથી સફેદ કાપડ જેવી કોઇ વસ્તુ ઉડીને આવે છે. તેમાં બે હાથ અને માથું દેખાય છે. બાકી પાછળનો ભાગ કપડા જેવો લાગે છે. તે હવામાં ઉડતી જોવા મળે છે. ફિલ્મોમાં જોવા મળતી આત્મા જેવું લાગે છે. તે સફેદ વસ્તુ ન્યૂઝપેપર વાંચી રહેલા વ્યક્તિના માથા ઉપરથી ઉડે છે. વ્યક્તિ જેવું આ દ્રશ્ય જુએ છે, ડરના માર્યા તેની હાલત ખરાબ થઇ જાય છે, તે ન્યૂઝ પેપર મૂકીને ભાગવા લાગે અને દૂર જતો રહે છે. 


વીડિયોમાં આગળ જોઇ શકાય છે કે હવે તે સફેદ ઉડતી આત્મા જેવી વસ્તુ પાર્કમાં બેઠેલી પુસ્તક વાંચી રહેલી એક છોકરી તરફ જાય છે. તે તેના માથા ઉપર ઉડવા લાગે છે અને પછી તેને અડીને નિકળી જાય છે. છોકરી ડરીને ત્યાં ઉંધી પડી જાય છે. તેની ચોપડી પુસ્તક તેના માથા પર પડે છે. ત્યારબાદ તે ઉઠીને પાર્કમાં બીજી તરફ ભાગે છે. તે સફેદ રંગની વસ્તુ તેનો પીછો કરવા લાગે છે. છોકરી ક્યારેય નીચે તો ક્યારે અલગ અલગ દીશામાં દોડીને પોતાનો જીવ બચાવતી જોવા મળે છે. આ દ્રશ્ય ડરામણું લાગી રહ્યું છે. 



જોકે કોમેન્ટ વાંચીને લાગે છે કે આ કોઇ પ્રેંક છે અને તે આત્મા જેવી વસ્તુને દૂર્થી કોઇ કંટ્રોલ કરી રહ્યું છે. આ વીડિયો ઝડપથી વાયરલ થઇરહ્યો છે. તેને discovery.engenharia નામના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ દ્રારા શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધી 9.6K વધુ લોકોએ લાઇક કર્યો છે. યૂઝર્સ તેને ખૂબ શેર કરી રહ્યા છે અને તેના પર રસપ્રદ કોમેન્ટ પણ કરી રહ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube