ખાવા પીવાની વસ્તુઓમાં હવે તો ભેળસેળનું પ્રમાણ ચિંતાજનક રીતે જોવા મળી રહ્યું છે. અનેક વસ્તુઓ નકલી બનાવીને લોકોને બેવકૂફ બનાવવામાં આવી રહ્યા છે. લાખ કોશિશ કરો તો પણ અસલી નકલીમાં ભેદ પારખવો લોકો માટે મુશ્કેલ બની રહ્યું છે. આમ તો નકલી સામાન બનાવીને વેચવામાં ચીનનો કોઈ મુકાબલો નથી. જોવા જઈએ તો ચીને ડેઈલી વપરાશની વસ્તુઓથી લઈને ખાણી પીણીની વસ્તુઓમાં ભેળસેળ કરીને નકલી વસ્તુઓ બનાવવામાં મહારથ મેળવ્યું હોય તેવું છે. તેનો અંદાજો તમે હાલમાં જ એક વાયરલ થયેલા વીડિયોથી લગાવી શકો છો. જેમાં એક વ્યક્તિ શાકભાજીની દુકાનમાં વેચાતા ચીનના નકલી લસણ વિશે લોકોને જણાવી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જુઓ આ વાયરલ વીડિયો....



આ રીતે બને છે નકલી લસણ
આમ જોઈએ તો માર્કેટમાં વેચાતું નકલી લસણ ભારતના પણ અનેક ઘરોમાં રોજ ખવાતું હશે, જેની લોકોને કદાચ ખબર પણ નહીં હોય. જોવામાં આ સફેદ લસણ ખુબ જ સુંદર હોય છે. જો કે તેને ઓળખવું એટલું પણ મુશ્કેલ નથી. જો તમને એ ખબર પડે કે લસણની  ખેતી કેવી રીતે થાય છે તો ચોક્કસપણે તમને માથું ખંજવાળશો. વીડિયોમાં એક વ્યક્તિ આ નકલી લસણ વિશે જણાવી રહ્યો છે કે લસણને કઈ એ રીતે બનાવવામાં આવે છે કે તમે કઈ પણ વિચાર્યા વગર તરત ખરીદી લો. આ લસણને છોલવું પણ ખુબ સરળ હોય છે. 


જો સ્વાદની વાત કરીએ તો આ નકલી લસણનો સ્વાદ પણ બિલકુલ અસલી લસણ જેવો જ હોય છે. ફરક કરવો થોડો મુશ્કેલ છે. વીડિયોમાં વ્યક્તિ કહી રહ્યો છે કે આ નકલી લસણને પેદા કરવાની રીત ખુબ ચોંકાવનારી છે. વીડિયોમાં દાવો કરાઈ રહ્યો છે કે આ નકલી લસણને લીડ અને અન્ય મેટલ દ્વારા તૈયાર કરાય છે. એટલું જ નહીં તેને ક્લોરીનથી બ્લિચ કરાય છે જેથી તે સફેદ રહે. 


આ રીતે કરી શકાય ઓળખ
અસલી કે નકલી લસણમાં ફરક અને ઓળખ કરવા માટે કેટલીક રીતો જણાવવામાં  આવી છે. સૌથી પહેલા એ જાણી લો કે માર્કેટમાં મળતું નકલી લસણ એકદમ સફેદ હોય છે. તેમાં તમને કોઈ પણ પ્રકારના ધબ્બા કે ડાઘા જોવા નહીં મળે. ઓળખ માટે તમે લસણને ફેરવીને જોશો તો નીચલા ભાગમાં જો દાગ જોવા મળે અને રૂટ જેવું હોય તો તેનો અર્થ છે કે તે અસલી છે. જ્યારે તેનાથી ઉલટુ જો લસણ બિલકુલ સફેદ હોય તો તે ચીનનું નકલી લસણ હોઈ શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube