Frog Found In Noodles: જ્યારે લોકો કોઈ રેસ્ટોરન્ટમાં બહાર ખાવાનું ખાય છે ત્યારે તેઓ તે મનપસંદ વ્યંજનના સ્વાદને મન ભરીને માણવા માંગતા હોય છે. જો તમે પણ કોઈ મનગમતી રેસ્ટોરન્ટમાં ખાવા માટે જાઓ તો ત્યાં આવી કોઈ ઘટના ઘટે તો શું થાય? કદાચ ફરીથી બહાર ખાવાનું જ ભૂલી જાઓ. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક વ્યક્તિએ રેસ્ટોરન્ટમાંથી નૂડલ્સ ઓર્ડર કર્યા અને તેના આ ભોજનમાં એક જીવતો દેડકો કૂદતો જોવા મળ્યો. જાપાનમાં એક વ્યક્તિના નૂડલ્સના કપમાં એક જીવતો દેડકો જોઈને આ વ્યક્તિના તો જાણે હોશ ઉડી ગયા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રેસ્ટોરન્ટના નૂડલ્સમાંથી નીકળ્યો જીવતો દેડકો
કાઈતો (@kaito09061) નામના એક યૂઝરેસ ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં ઉદોન (ઘઉના લોટના બનેલા એક મોટા નૂડલ, જે જાપાનમાં લોકપ્રિય વાનગી છે)માં એક જીવતો દેડકો તરતો જોવા મળી રહ્યો છે. વ્યક્તિ આ નૂડલ્સ ખાઈ રહ્યો હતો. તેણે જાપાની ભાષામાં ટ્વિટર પર વીડિયો શેર કરતા લખ્યું કે તે એક બિઝનેસ ટ્રિપ પર હતો અને તેણે ટેકઅવેનો ઓર્ડર આપ્યો હતો. તેણે એક જાપાની ફાસ્ટફૂડ રેસ્ટોરન્ટમાંથી ઉદોનનો ઓર્ડર આપ્યો. તે મસાલેદાર સેલેડ ઉદોન ખાઈ રહ્યો હતો, જ્યારે તેની આંખો અચાનક એક નાનકડા દેડકા પર પડી ત્યારબાદ તે દંગ રહી ગયો. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube