મગરમચ્છ એક એવો ખૂંખાર જીવ છે જે સામાન્ય રીતે તળાવ, નદી કે પછી ક્યારેક ક્યારેક જમીન ઉપર પણ જોવા મળતો હોય છે. પરંતુ એવું ક્યારેય જોયું છે કે તમે ઘરમાં આરામથી બેઠા હોવ અને અચાનક ક્યાંકથી મગરમચ્છ આવી જાય. ઈન્સ્ટાગ્રામ પર એક એવો વીડિયો વાયરલ થઈ રહ્ય છે જેમાં આવું જ કઈક નજરે ચડ્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જમીન ફાડીને બહાર નીકળ્યા 3 મગરમચ્છ
આ વીડિયોમાં એક મગરમચ્છ જમીન ફાડીને બહાર આવતો જોવા મળી રહ્યો છે. કેટલાક લોકો ઔજારોની મદદથી તેને કંટ્રોલ કરવાની કોશિશ કરી રહ્યા છે. એટલામાં તો પાછળથી બીજા બે મગરમચ્છ બહાર નીકળી આવે છે. આ ખુબ જ ડરામણું છે. ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટ મુજબ આ વીડિયો ભારતના કોઈ રાજ્યનો હોવાનું કહેવાય છે. 


જમીન નીચેથી આવી રહ્યો હતો અવાજ
હકીકતમાં અહીં લોકોને ઘરની જમીન નીચેથી કઈક અવાજ આવતો હતો. એવું લાગતું હતું કે જાણે  કોઈ બે જાનવર લડતા હોય. પરંતુ નીચે શું હોઈ શકે. કારણ કે જમીન ઉપર તો પ્લાસ્ટર હતું. જો કે એક જગ્યાએથી આ પ્લાસ્ટર તૂટેલું હતું. લોકોએ જ્યારે તેમાંથી ડોકિયું કર્યું તો હોશ ઉડી ગયા. હકીકતમાં પ્લાસ્ટરની નીચે મગરમચ્છ ફસાયેલો જોવા મળી રહ્યો હતો. 



ત્યારબાદ ગભરાઈને જેવું પ્લાસ્ટર તોડવાનું શરૂ કર્યું કે એક પછી એક 3 મગરમચ્છ જમીન ફાડીને બહાર આવવા લાગ્યા. આ બધાને જોઈને ત્યાં ટોળે વળેલા લોકોના તો જાણે રૂવાડાં ઊભા થઈ ગયા. લોકો મગરમચ્છને કંટ્રોલ કરવાની કોશિશ કરવા લાગ્યા. 


આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર @mksinfo.official નામના એકાઉન્ટથી શેર કરાયો છે. વીડિયો લાખોવાર જોવાઈ ચૂક્યો છે અને લોકો તેના પર ઢગલો કમેન્ટ કરી રહ્યા એછે. કોઈએ લખ્યું કે તમારે વધુ ખોદકામ કરીને જોવું જોઈએ કે ક્યાંક વધુ મગરમચ્છ તો નથી ને. આખરે આ બધા ક્યાંથી આવી રહ્યા છે. એક અન્ય યૂઝરે લખ્યું કે જમીનની નીચેથી મગરમચ્છ નીકળે તે કેટલું ડરામણું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube