સોશિયલ મીડિયા પર આમ તો અનેક પ્રકારના વીડિયો વાયરલ થતા હોય છે જેમાં કેટલાક વીડિયો જોઈને તમને હસી હસીને પેટ દુખી જાય તો કેટલાક તમને ઈમોશનલી ટચ કરી  જાય. સોશિયલ મીડિયા પર હાલ એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે કપલ વીડિયો છે. પરંતુ તેમાં પત્નીની એક હરકત...અને પતિનું તે પછી રિએક્શન જોવા જેવું છે. વીડિયોમાં પત્ની કોઈને કિસ કરતી જોવા મળે છે. જોઈને પતિ ભડકી જાય છે અને પછી જે કરે છે તે જોવા જેવું છે. પતિને જોકે જ્યારે અસલિયત ખબર પડે છે તો તે હસી પડે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાયરલ થયેલા આ વીડિયોમાં મહિલા કોઈને ચુંબન કરતી જોવા મળે છે. અચાનક ત્યાં તેનો પતિ આવી જાય છે અને પછી જોરદાર પંચ મારે છે. જો કે પછી તેને ખબર પડે છે કે આ કોઈ વ્યક્તિ નહીં પરંતુ પૂતળા જેવું છે. પત્નીએ તેની સાથે મજાક કરી હોય છે. ત્યારે તે પોતાનું હસવું રોકી શકતો નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર @HumansNoContext હેન્ડલથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોને અત્યાર સુધીમાં 20 મિલિયનથી પણ વધુ વ્યૂઝ મળી ચૂકયા છે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube