લો બોલો! હવે કેનેડાને જ બનાવી દેશે ખાલિસ્તાન? ગોરાઓને ઘૂસણખોર કહીને ચેતવણી આપવા લાગ્યા
કેનેડાના લોકોમાં હવે એ આશંકા ઝડપથી વધવા લાગી છે કે ખાલિસ્તાનીઓ ક્યાંક તેમના દેશને તો ખાલિસ્તાન બનાવવાનું ષડયંત્ર નથી રચી રહ્યા ને? આમ તો તેઓ ભારત વિરુદ્ધ ઝેર ઓકતા રહે છે પરંતુ હવે તેમણે કેનેડાના સ્થાનિક લોકોને પણ ઘૂસણખોરો ગણાવીને હોબાળો મચાવવાનો શરૂ કરી દીધો છે.
કેનેડાના લોકોમાં હવે એ આશંકા ઝડપથી વધવા લાગી છે કે ખાલિસ્તાનીઓ ક્યાંક તેમના દેશને તો ખાલિસ્તાન બનાવવાનું ષડયંત્ર નથી રચી રહ્યા ને? આમ તો તેઓ ભારત વિરુદ્ધ ઝેર ઓકતા રહે છે પરંતુ હવે તેમણે કેનેડાના સ્થાનિક લોકોને પણ ઘૂસણખોરો ગણાવીને હોબાળો મચાવવાનો શરૂ કરી દીધો છે. એક ધાર્મિક કાર્યક્રમમાં તેમણે નારા પણ લગાવ્યા. 'તમે લોકો યુરોપ અને ઈંગ્લેન્ડ પાછા જાઓ.'
ભારત અને ભારતીયો પર આરોપ લગાવનારા આ ખાલિસ્તાનીઓ જે રીતે હવે કેનેડાના લોકોને જ ટાર્ગેટ કરવા લાગ્યા છે તેનાથી સ્થાનિકોનું ટેન્શન વધી ગયું છે. કેટલાક લોકોએ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને ચિંતા જતાવી છે.
એક્સ પર વાયરલ વીડિયોમાં એક કાર્યક્રમ દરમિયાન ખાલિસ્તાની સપોર્ટર એવું કહેતા જોઈ શકાય છે કે આ કેનેડા છે, અમારો દેશ છે. તમે (કેનેડિયન) પાછા જાઓ. વીડિયોમાં એમ પણ કહેતા સાંભળી શકાય છે કે ગોરા લોકો ઘૂસણખોરો છે અને અમે કેનેડાના અસલ માલિક છીએ. આ ખાલિસ્તાની કેનેડામાં ખુલ્લેઆમ માર્ચ કરે છે અને ભારત વિરુદ્ધ નફરત ફેલાવે છે. પરંતુ તેમનું આ નવું રૂપ કેનેડાનું ટેન્શન વધારનારું છે. આ લોકોએ ચેતવણીભર્યા સ્વરમાં કહ્યું કે ગોરા લોકોએ યુરોપ અને ઈઝરાયેલ પાછા જતા રહેવું જોઈએ.
ભારતીયોનો પ્રતિભાવ
જેવો આ વીડિયો ભારત પહોંચ્યો કે લોકો કેનેડાને ગુડ લકની શુભકામનાઓ આપવા લાગ્યા. અનેક લોકોએ કટાક્ષ કર્યો છે કે જેવું વાવશો તેવું લણશો. ભારતીય ગુપ્તચર સૂત્રોએ આ ઘટનાને કેનેડામાં ન્યૂ નોર્મલ ગણાવી છે. તેમણે કહ્યું કે ખાલિસ્તાનીઓ ધીરે ધીરે દેશના તમામ ક્ષેત્રો પર કબજો જમાવી રહ્યા છે.
સૂત્રોનું કહેવું છે કે યોગ્ય નિગરાણીના અભાવમાં આ સમૂહ સ્થાનિક કેનેડિયન લોકો પાસેથી પણ કંટ્રોલ પોતાના હાથમાં લઈ રહ્યા છે. હિન્દુઓ પાસેથી સુરક્ષા માટે પૈસા માંગવામાં આવી રહ્યા છે અને હવે તેમની કોલોનીઓમાં સ્થાનિક લોકો માટે જોખમ બની ગયા છે.
ગત વર્ષે ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ ભારત-કેનેડાના સંબંધ તણાવપૂર્ણ બન્યા છે. ત્યાંની જસ્ટિન ટ્રુડોની સરકારે હત્યામાં ભારતનો હાથ હોવાનું પણ જણાવ્યું છે. ત્યારબાદ બંને દેશોએ એક બીજાના ટોચના રાજનયિકોને હટાવી દીધા. ભારતે કેનેડાના આરોપોને ખોટા અને પાયાવિહોણા ગણાવી ફગાવી દીધા.
બીજી બાજુ ભારતે હવે એવું પણ કહ્યું છે કે તે ખાલિસ્તાન ટાઈગર ફોર્સના ચીફ અર્શદીપ ગિલ ઉર્ફે અર્શ ડલ્લાની કેનેડામાં ધરપકડ બાદ તેના પ્રત્યાર્પણ માટે કેનેડાને કહેશે. ડલ્લા 2023માં ભારતમાં આતંકવાદી જાહેર થયો હતો. જુલાઈ 2023માં ભારતે કેનેડાની સરકારને તેની અસ્થાયી ધરપકડ માટે ભલામણ કરી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, હાલની ધરપકડને ધ્યાનમાં લેતા અમારી એજન્સીઓ પ્રત્યાર્પણ માટે કાર્યવાહી કરશે.