મસ્જિદની અંદર મહિલાઓએ કર્યો ડાન્સ, 9 સેકન્ડના વીડિયોના કારણે બબાલ
મલેશિયાનો આ વીડિયો વાઇરલ બન્યો છે
નવી દિલ્હી : મલેશિયાની એક મસ્જિદે મુસ્લિ્મોના પવિત્ર સ્થળ સામે ટૂંકા કપડાંમાં ડાન્સ કરી રહેલી બે મહિલાઓનો વીડિયો વાઇરલ થયા પછી પર્યટકો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. કોટા કિનાબાલુ શહેરની મુખ્ય મસ્જિદની બહાર એક દિવાલ પર ટૂંકા કપડાંમાં ડાન્સ કરતી બે મહિલાઓનો વીડિયો બનાવી લેવામાં આ્વ્યો હતો. આ સ્થળ પર્યટકોમાં બહુ લોકપ્રિય હતું.
આ વીડિયો વાઇરલ થયા પછી મસ્જિદ પ્રમુખ જમાલ સાકરને વિદેશી પર્યટકોના આવા વ્યવહારની કડક ટીકા કરી છે અને સાબાહ રાજ્ય સ્થિત મસ્જિદમાં પર્યટકોના પ્રવાસ પર અસ્થાયી પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે આ પગલાનો ઉદ્દેશ્ય ઇસ્લામની પવિત્રતા જાળવી રાખવાનો છે. જોકે આ ઘટનામાં સંડોવાયેલી મહિલાની રાષ્ટ્રીયતા સ્પષ્ટ નથી થઈ.
પર્યટન મંત્રી ક્રિસ્ટિના લીવે ‘ધ સ્ટાર’ અખબારને કહ્યું છે કે આ મહિલાઓ વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી નહીં કરવામાં આવે કારણ કે તેઓ કદાચ પોતાની હરકતની ગંભીરતાથી વાકેફ નહોતા. જોકે અધિકારીઓ આ મહિલાઓની ઓળખ મેળવીને તેમને સમજાવા માગે છે કે હકીકતમાં તેઓ જેને મજા માને છે એ હકીકતમાં અસન્માનજનક હરકત છે અને સાબાહમાં તે અનુચિત નથી. નોંધનીય છે કે મુસ્લિમ બહુમતી ધરાવતા દેશ મલેશિયામાં પર્યટકો મસ્જિદની યાત્રા છે અને તેમને શાલીન વસ્ત્રો પહેરવાની સલાહ આપવામાં આવે છે.
વિદેશના સમાચાર જાણવા કરો ક્લિક...