યોગ એ શરીરને શાંતિ અને  પ્રફૂલ્લિત રાખવાની સાથે શારીરિક મજબૂતી પણ આપે છે. યોગ કરવા માટે આપણે શાંત જગ્યા શોધતા હોઈએ છીએ. જ્યાં યોગ કરવાથી મન અને મગજ શાંત રહે અને મનને એક પ્રકારની શાંતિનો અહેસાસ થાય. પરંતુ ક્યારેક ક્યારેક આવી જગ્યા પર જઈને યોગ કરવું ભારે પણ પડી શકે છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જે એટલો ડરામણો છે કે તેને જોયા બાદ ભલભલાની કાળજા થથરી જાય અને રૂવાંડા ઉભા થઈ જાય. વીડિયોમાં એક યુવતી સમુદ્ર કિનારે યોગ કરતી જોવા મળે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો કે ગણતરીની પળોમાં એક મોજું તેને પોતાની સાથે ખેંચીને લઈ જાય છે. આ યુવતી એક જાણીતી રશિયન અભિનેત્રી કમિલા બેલ્યાત્સકાયા છે. જેની ઉંમર 24 વર્ષ હતી. તેણે મનની શાંતિ અને યોગ કરવા માટે સમુદ્ર કિનારો પસંદ કર્યો. પરંતુ તેને શું ખબર હતી કે આ તેની જીવનની અંતિમ સફર અને યોગ બની રહેશે. આ વીડિયો જોવામાં એટલો ખૌફનાક છે કે જે તમારા મનમાં પણ પાણીને લઈને ડર પેદા કરી શકે છે. વીડિયો પર યૂઝર્સ પોતાના રિએક્શન પણ આપી રહ્યા છે. વીડિયોમાં તેના અંતિમ પળો પણ જોઈ શકાય છે. 



યોગ કરતી અભિનેત્રીને દરિયા મોજા ખેંચી ગયા
એવું કહેવાય છે કે તે પોતાના બોયફ્રેન્ડ સાથે થાઈલેન્ડમાં રજાઓ ગાળવા માટે આવી હતી. થાઈલેન્ડ મીડિયા મેટ્રોના રિપોર્ટ મુજબ ત્યાં એક વ્યક્તિએ અભિનેત્રીને બચાવવાની કોશિશ કરી પરંતુ તે સફળ થઈ શક્યો નહીં. ત્યારબાદ તેની લાશ સમુદ્રમાંથી અનેક કિલોમીટર દૂર મળી. આ દુર્ઘટના જ્યાં ઘટી તે જગ્યાને તે ખુબ પસંદ કરતી હતી. તે અનેકવાર સોશિયલ મીડિયા પર આ જગ્યાના વખાણ કરી ચૂકી હતી  અને તેને ધરતીની સૌથી સારી જગ્યા ગણાવી હતી. અભિનેત્રીએ લખ્યું કે, મને સમુઈ ખુબ પસંદ છે, પરંતુ આ જગ્યા, તેનો ખડકાળ બીચ, એવી ચીજ છે જે મે મારા જીવનમાં સૌથી સારો જોયો છે. બ્રહ્માંડનો આભાર કે હું અહી છું. હું ખુબ ખુશ છું, સાચે હું ખુબ ખુશ છું. 


બીજી બાજુ અભિનેત્રીના નિધનના સમાચારથી તેના પરિવારજનો અને ફેન્સ ખુબ આઘાતમાં સરી પડ્યા છે અને તેને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. આ સિવાય એક સીસીટીવી  ફૂટેજ પણ સોશિયલ મીડિયા પર ખુબ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. જેમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે વ્હાઈટ શર્ટ અને શોર્ટ્સ પહેરેલી 24 વર્ષની કેમિલા પોતાની રેડ કારમાં સવાર થઈને સમુદ્રના કિનારે લહેરોની મજા લેવા માટે વ્યૂહપોઈન્ટ પહોંચી હતી. ત્યારબાદ તે એકલી ખડકો તરફ આગળ વધતી જોવા મળી. તેણે પોતાની કારમાંથી યોગા મેટ કાઢી અને આગળ વધી. થોડા સમય બાદ તેની યોગા મેટ પાણીમાં તરતી જોવા મળી.